Abtak Media Google News

ડીએએલઆર અને સેલફીના જમાનમાં લોકો ફોટોશૂટ કરતાં હોય છે તો હવે ડોક્ટરો પણ ફોટોશૂટ કરશે પરંતુ પોતાનું નહીં પરંતુ દર્દીઓના. બ્રિટેનના વેજ્ઞાનિકોએ એક એવા કેમરાનું સસોધન કર્યું છે. જેનાથી કાપ-કૂપ કર્યા વગર બોડીને બહારથી જ કેમેરા વડે જોઈ શકશે. આ મેડિકલ સંસોધનનું નામ એંડોસ્કોપ છે. જે શરીરમાં પ્રકાશ નાખે છે. જેથી અમુક સ્ટાર સુધી શરીરમાં પ્રકાશ નાખે છે. જેથી શરીરમાં અમુક સ્તર સુધી દ્રશ્ય જોઈ શકશે.

સ્કોટલેંડની યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યુ હતું કે એંડોસ્કોપ એક ટેકનૉલોજી છે જેમાં વિવિધ પ્રકારની એપ્લીકેશનની ક્ષમતા છે. આ એક અધ્યતન ટેક્નિક છે જે પ્રકાશ દ્વારા શરીરના અંગોમા સીધું લાઇટ દ્વારા સફર કરી અંદરની સ્થિતિ બતાવે છે. જે એક મહત્વનુ સંસોધન છે. જેના  ફાયદા અને ગેરફાયદાઓ પણ છે. આ એંડોસ્કોપ પ્રયોગ કરવામાં વઘુ સમય લગાવે છે. આ એંડોસ્કોપના કિરણો શરીરમાં પ્રવેસતા તેને ડિજિટલ કેમેરા વડે જોઈ શકાય છે. તેને સ્કેટર્ડ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્વે થયેલા એક પ્રયોગમાં પ્રોટોકોપ ડિવાઇઝ બનાવવામાં આવ્યો હતો જે 20 સેંટીમીટર સુધી કિરણો ફેલાવામાં સક્ષમ રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.