Abtak Media Google News

ભારત, વિયેતનામ, મેકસીકો અને ઇન્ડોનેશીયન સહિતના દેશોના ઇમેલ તથા આજથી એડ્રેસનું સ્કેનીંગ

વિશ્ર્વના કોમ્પ્યુટર્સ ઉપર વધુ એક રેન્સમવેર વાયરસનો ખતરો ઉભો થયો છે. મામ્બા નામનો રેન્સમવેર ધીમે ધીમે વિશ્ર્વના દેશોને સકંજામાં લઇ રહ્યો છે. ભારતમાં પણ મામ્બા રેન્સયવેરના જોખમ સામે સતર્કતા રાખવામાં આવી રહી છે.મામ્બા રેન્સમવેર અગાઉ પણ અનેક કોમ્પ્યુટરોને શિકાર બનાવી ચુકયો છે. સાયબર સુરક્ષા ક્ષેત્રે કામ કરતી કંપની કાસ્યરસ્કાય લેબ દ્વારા આ રેન્સમવેર સામે ચેતવણી અપાઇ છે.મામ્બા રેન્સમવેરને ‘એચડીડીકીપ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેન્સમવેરનો ઉપયોગ ફાયદા માટે નહી પરંતુ તબાહી માટે થઇ રહ્યો છે.ભારત, વિયેતનામ, મેકસીકો અને ઇન્ડોનેસીયા સહીતના ૧૩૩ દેશોના આજથી એડ્રેસ અને ઇમેઇલ સ્કેન કરવામાં આવી રહ્યાં છે. આ રેન્સમવેર માત્ર ફાઇલો જ નહી સમગ્ર ડ્રાઇવને બ્લોક કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.