Abtak Media Google News

પૈસા ખર્ચવાની તૈયારી હશે તો પ્લેનમાં પણ નેટ અને મોબાઇલ સુવિધા ઉપલબ્ધ

દેશમાં ઈન્ટરનેટ ટેલીફોની માટે કેન્દ્ર સરકારની મંજૂરી બ્રોડબેન્ડ માટે નંબર ફાળવાશે

લેન્ડલાઈન કનેકશન  કે મોબાઈલ નેટવર્ક  ન હોય તેવા સ્ળોએ બ્રોડબેન્ડના માધ્યમી કોલીંગ મહત્વનું બની જશે

સરકારે ઈન્ટરનેટ ટેલીફોનીને અંતે માન્યતા આપી દીધી છે. પરિણામે હવે ઓફિસ કે ઘરે મુકેલા બ્રોડબેન્ડના માધ્યમી લેન્ડલાઈન અને મોબાઈલ પર કોલ ઈ શકશે. હવે મોબાઈલ સીગ્નલ નહીં હોય તો બ્રોડબેન્ડની મદદ લઈ શકાશે.

જે ટેલીકોમ ઓપરેટર્સને ઈન્ટરનેટ ટેલીફોની માટે લાયસન્સ મળ્યું હશે તે ઉપભોગતાને નવો મોબાઈલ નંબર આપશે. જેમાં સીમકાર્ડની જરૂર રહેશે નહીં. આ નંબર ઈન્ટરનેટ ટેલીફોની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ એકટીવ ઈ જશે. આ પ્રકારની સેવા માટે ટ્રાયને ગત ઓકટોબર મહિનામાં દરખાસ્ત કરવામાં આવી હતી.

દેશમાં કોલડ્રોપની સમસ્યા વધતી હોવાના કારણે નવી કનેકટીવીટી આપવામાં આવે તેવી દલીલ ટ્રાય સમક્ષ ઈ હતી.

ટેલીકોમ કમીશન દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. પરિણામે રિલાયન્સ જીયો, બીએસએનએલ, એરટેલ સહિતની કંપનીઓ હવેી ટેલીફોનીક સર્વિસ ઉપભોગતાને આપી શકશે. ઘણા વિસ્તારો એવા છે જયાં લેન્ડલાઈન કે મોબાઈલ માટે નેટવર્ક ની આવતું. ઘણા બિલ્ડીંગોમાં પણ મોબાઈલ નેટવર્કની મુશ્કેલી નડતી હોય છે. આવા સંજોગોમાં બ્રોડબેન્ડના માધ્યમી કોલ કરી શકાશે.

જાણવા મળતી વિગતો મુજબ બ્રોડબેન્ડના માધ્યમી ટેલીકોમ સર્વિસ વધુ કોસ્ટ ઈફેકટીવ રહેશે. ઈન્ટરનેટ ટેલીફોનીક માટે ખાસ એપ્લીકેશન મળી રહેશે. જેના માધ્યમી બ્રોડબેન્ડ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નંબર ઉપર કોલ કરી શકાશે. નેટવર્ક ન હોય તેવા વિસ્તારમાં આ સુવિધા ખૂબજ મહત્વની બની રહેશે.

ફલાઈટમાં મુસાફરોને વાઈફાઈ અને ઈન્ટરનેટની તા ફોન કોલ્સ કરવાની સુવિધા આપવાની દરખાસ્તને ટેલીકોમ પંચ દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ સુવિધા માટે મુસાફરને નકકી કરેલા દર ચુકવવાના રહેશે. આકાશમાં ઉડતા-ઉડતા પ્રવાસીઓ એક સ્ળેી બીજા સ્ળે મોબાઈલ પરી વોઈસ કોલ કે ડેટા કોલ્સ કરી શકશે અને ઈન્ટરનેટ સર્ફિગ પણ કરી શકશે. આગામી ૩ી ચાર મહિનામાં ફલાઈટમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. અલબત હજુ આ સેવા માટે ચાર્જીસ નકકી કરવામાં આવ્યા ની. અહીં ઉલ્લેખનીય છે કે, ઘણા સમયી ફલાઈટમાં મોબાઈલ કોલ્સ અને ઈન્ટરનેટની સુવિધા આપવા માટે માંગણી ઈ રહી હતી. ટ્રાયે જાન્યુઆરી મહિનામાં તેની દરખાસ્તમાં સેટેલાઈટ કે ટેરીટીરીયલ નેટવર્ક દ્વારા ફલાઈટમાં ઈન્ટરનેટ કે મોબાઈલ કોમ્યુનિકેશન ઓનબોર્ડ જેવી સેવાઓ આપવા ભલામણ કરી હતી.

આ માટે ખાસ કેટેગરી બનાવી સેવાઓ આપવાની વાત હતી. વિમાનની ઉંચાઈ ઓછામાં ઓછી ૩ હજાર મીટર હોવી જોઈએ. ત્યારબાદ આ સેવા અપાઈ તેવી શરત મુકાઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.