Abtak Media Google News

બાબા રામદેવ સંચાલિત પતંજલિ આયુર્વેદ ટૂંક સમયમાં જ IPO (Initial Public Offering)બહાર પાડે તેવી શકયતા છે. આ માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રામદેવને પતંજલિનો IPO બહાર પાડવામાં આવશે કે કેમ તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ અંગે સારા સમાચાર ટૂંક સમયમાં જ આપશે.

એક નાની ફાર્મસીથી શરૂ કરવામાંઆવેલી પતંજલિ આયુર્વેદ હાલ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓને ટક્કર આપી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે પતંજલિ તેના સેગમેન્ટ્સમાં મોટા પ્રમાણમાં વધારો કર્યો છે. કંપનીનું લક્ષ્ય ત્રણ થી પાંચ વર્ષના ગાળામાં વાર્ષિક 20,000 કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત કરવાનું છે.

વર્ષ 2012માં કંપનીની રેવન્યુ 500 કરોડ રૂપિયા કરતા ઓછી હતી. વર્ષ 2016માં તે વધીને 10,000 કરોડ રૂપિયા થઈ હતી.જોકે છેલ્લા થોડા મહિનાઓમાં પતંજલિનાવેચાણમાં પ્રથમ વખત ઘટાડો થયો છે. તે માટે GST અને કંપનીનું નબળું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જવાબદારહોવાનું કહેવાઈ રહ્યું છે. 

વર્ષ 2018માં કંપનીના કન્ઝ્યુમર ગુડસની રેવન્યુ 10 ટકા ઘટીને 8,148 કરોડ રૂપિયા રહી હતી. આ ઘટાડો વર્ષ 2013 બાદ પ્રથમ વખત જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.