Abtak Media Google News

આસામ ભોજનનું અભિન્ન અંગ ‘લાલ ચોખા’ હવે અમેરિકાના લોકોના ભોજનની થાળીનો ભાગ બનશે.ભારના ચોખાની નિકાસની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે ‘લાલ ચોખા’ની પ્રથમ ખેપ અમેરિકા માટે રવાની કરવામાં આવી છે. લાલ ચોખાની નિકાસ પ્રમુખ રાઈસ એક્સપોર્ટર એલટી ફુડ તરફથી કરવામાં આવી છે. સરકારનું કેહવું છે કે, આ ‘લાલ ચોખા’ના નિકાસમાં વૃદ્ધિ થવાની સાથે આનાથી બ્રહ્મપુત્રના પૂર વાળા વિસ્તારોના ખેડૂત પરિવારની આવકમાં વધારો થશે.

વાણિજ્ય મંત્રાયલ અનુસાર,લાલ ચોખાની આ ખેપનો એપીડા (APEDA)ના અધ્યક્ષ ડો. એમ એંગમુથુએ હરિયાણાના સોનીપતથી અમેરિકા માટે રવાના કરવામાં આવ્યા છે. APEDAએ અલગ-અલગ સ્ટેકહોલ્ડર્સની સાથે મળીને ચોખાની નિકાસને પ્રોત્સાહન આપે છે. સરકારે APEDA અંતર્ગત રાઈસ એક્સપોર્ટ પ્રમોશન ફોરમ (REPF)ની સ્થાપના કરી હતી. REPF ચોખા ઉદ્યોગ,નિકાસ,APEDA, વાણિજ્ય મંત્રાયલના અધિકારીઓ અને પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ,પંજાબ,હરિયાણા,તેલંગણા,આંધ્ર પ્રદેશ,આસામ,છત્તીસગઢ અનો ઓડિશા સહિત પ્રમુખ ચોખા ઉત્પાદક રાજ્યોના ડિરેક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે.

લાલ ચોખા આયર્નથી ભરપુર હોય છે

•આયર્નથી ભરપુર ‘લાલ ચોખા’ને આસામના બ્રહ્મપુત્ર વિસ્તારમાં કોઈ પણ રાસાયણિક ખાતર વિના ઉગાડવામાં આવે છે. આ વિવિધ પ્રકારના ચોખાને ‘બાઓ-ધાન’ કહેવામાં આવે છે. તે આસામી ખોરાકનો એક અભિન્ન ભાગ છે.
•લાલ ચોખામાં એથોસાઈનિન (anthocyanin) નામનું પદાર્થ હોય છે. જેના કારણે આ ચોખા લાલ રંગના હોય છે. કેટલીક સ્ટડીમાં સામે આવ્યું છે કે, લાલ ચોખા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને હ્યદયને સ્વસ્થ રાખવા મદદ કરી શકે છે.
•લાલ ચોખા એન્ટી ઓક્સીડેન્સથી ભરપૂર હોય છે. તેને એન્થોસાઈનિન્સ પણ કહેવામાં આવે છે. આ એન્થોસાઈનિન્સ ઘેરા જાંબુડિયા અને લાલ રંગના ફળ અને શાકભાજીમાં જોવા મળે છે.
•લાલ ચોખા શરીરમાં બળતરા, એલર્જી અને કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદગાર છે. સાથે તેમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોઈ છે. તેનાથી કબ્જની સમસ્યા પણ દૂર થઈ છે અને તમારો વજન ઘટાડે છે. કહેવામાં આવે છે કે, લાલ ચોખા શરીરમાં એન્સુલિન અને બ્લડ શુગરને પણ કન્ટ્રોલ કરે છે.

ભારતમાંથી ચોખાની નિકાસ પણ કોરોના મહામારી દરમિયાન વધી છે. વાણિજ્ય મંત્રાલય કહે છે કે જ્યારે વિશ્વવ્યાપી કોવિડ-19 મહામારીએ ઘણી ચીજવસ્તુઓનો પુરવઠો બંધ કરી દીધો ત્યારે પણ ભારતમાંથી ચોખાની નિકાસમાં પણ ગતિ આવી.એપીડાના અધ્યક્ષના એમ અંદામુથુનું કહવું છે કે, અમે કોરોના મહામારી સમયમા પણ સૈદ્ધાંતિક અને આરોગ્ય પડકારોને કારણે સલામતી સુનિશ્ચિત કરવાના સંદર્ભમાં અનેક પગલાં લેવામાં આવ્યા અને સ્વચ્છતા અને આ સમયગાળા દરમિયાન ચોખાની નિકાસ ચાલુ રહી.

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, બિન-બાસમતી ચોખાના વહનમાં 2020-21માં એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.એપ્રિલ-જાન્યુઆરી 2021 દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ 26,058 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2020 દરમિયાન આ 11,543 કરોડ રૂપિયાનું હતું. બિન-બાસમતી નિકાસમાં રૂપિયા ટર્મમાં 125 ટકા અને ડોલર ટર્મમાં 115 ટકાની વદ્ધિ નોંધાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.