કોરોનાને નાથવાની વૈશ્ર્વિક લડાઈમાં ભારતે ‘ત્રીદેવ’નો ઉપયોગ કરવા પર ભાર મૂકયો છે. ‘ત્રીદેવ’ રૂપી આ રસીઓમાં કોવિશીલ્ડ, કોવેકિસન અને ઝાયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિતસીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિશીલ્ડના ડોઝ દેશભરમાં પહોચ્યા બાદ હવે, હૈદ્રાબાદની ભારતબાયોટેક દ્વારા વિકસીત દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનના ડોઝની પણ પ્રથમ ખેપ મળી ગઈ છે. આજરોજ એરઈન્ડીયા દ્વારા હૈદ્રાબાદ એરપોર્ટથી દિલ્હી પ્રથમ જથ્થો પહોચ્યો હતો. પ્રથમ તબકકા માટે સીરમ સાથે ૧.૧૦ કરોડ ડોઝનો સોદો થયો છે. જયારે ભારત બાયોટેકને ૫૫ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે. આ બંને રસી સુરક્ષીત અને સૌથી વધુ અસરકારક હોવાનો કંપનીઓ દ્વારા દાવો કરાયો છે.
Loading...