શાળા બાદ હવે, કોલેજો ધમધમશે: સોમવારથી પ્રથમ વર્ષના વર્ગખંડ શરૂ

હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે રહી શકશે નહીં

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું કડકપણે પાલન કરવાનું રહેશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. કોરોના કેસ ઘટતાં, રિકવરી રેટ વધતા તેમજ હવે, રસીકરણ ઝુંબેશ પણ વેગવંતી બનતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. શાળા બાદ હવે, કોલેજો પણ ધમધમવા લાગશે.

કોલેજોની સાથે હોસ્ટેલ રિઓપન કરવા અંગે પણ SOP જાહેર કરવામાં આવી. જે મુજબ, હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે રહી શકશે નહીં. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું કડકપણે પાલન કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં અભ્યાસક્રમોની સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે.

મહત્વના મુદ્દા

> હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે.

> જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે.

વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવામાં આવશે.

> હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે

> વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરવાનું રહેશે

વિદ્યાર્થીઓએ હાથની સ્વચ્છતા જાળવવી, ફેસ માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનું રહેશે.

> તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાને મંજૂરી નહીં

કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.

Loading...