હવે ધો.૧૦ અને ધો.૧રના વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા હાજરી ફરજિયાત

81

સ્કુલ દ્વારા ઉંચા પરિણામ માટે નબળા વિઘાર્થીઓને ખાનગી વિઘાર્થી તરીકે રજુ કરવાના કીમીયાનો અંત આવશે

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં જ એક નવોનિયમ જાહેર કરાયો છે. જે અંતર્ગત ધો. ૧૦ અન ૧ર ના વિઘાર્થીઓ માટે શાળામાં ૮૦ ટકા હાજરી ફરજીયાત કરવામાં આવી છે. અને કોઇ કારણોસર જો વિઘાર્થ શાળામાં ૮૦ ટકા હાજરી ન આપી શકે તો તેના માટે તેણે અને શાળા સંચાલકોએ ગુજરાત બોર્ડને આ અંગે જાણકારી આપવી પડશે. મહત્વનું છે કે અત્યાર સુધી ૬૫ ટકા કરતા ઓછી હાજરી ધરાવતા વિઘાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે નહી. અત્યાર સુધી ૬૫ ટકાથી ઓછી હાજરી ધરાવતા વિઘાર્થીઓને આપમેળે ખાનગી વિઘાર્થીઓ તરીકે તબદીલ કરી દેવાતા હતા પરંતુ આ નિયમનો ગેરલાભ ઉઠાવી સ્કુલો ઉચા પરિણામ મેળવવા માટે નબળા વિઘાર્થીઓને ખાનગી વિઘાર્થીઓ તરીકે ગણાવતી હોવાનું બોર્ડના ઘ્યાને આવ્યું હતું જેથી હવે ઓછી હાજરી વાળા વિઘાર્થીઓને ખાનગી તરીકે ગણવામાં નહીં આવે.

જો કે કોઇ ગંભીર બિમારીના સંજોગોમાં રજા પાડી હશે તો તેવા સંજોગોના સ્કુલોએ એફીડેવીટ કરી બોર્ડ સમક્ષ સાબીત કરવું પડશે.

બોર્ડની પરીક્ષામાં વિઘાર્થીને લાયક ગણવા માટે ૮૦ ટકા હાજરી ફરજીયાત છે પરંતુ ૧પ ટકા જેટલી ઓછી હાજરી હોય તો તેવા સંજોગોમાં સ્કુલ દ્વારા યોગ્ય કારણ સાથે બોર્ડને રજુઆત કરવામાં આવતો ચેરમેન તેને માન્ય ગણી શકશે છે.

આ ઉ૫રાંત વિઘાર્થીઓ એનસીસી- એનએસએસ ના કેમ્પમાં જોડાયા હોય અને તેવા વિઘાર્થીઓની સ્કુલમાં હાજરી ઓછી હશે તો તેવા સંજોગોમાં વિઘાર્થી પરીક્ષામાં બેસવા લાયક ગણાશે.

ઉલ્લેખનીય છે કે સ્ટેટ એજયુકેશન બોર્ડને મળેલી માહીતી પ્રમાણે દર વર્ષે ૧ લાખ જેટલા ધો. ૧૦ અને ૧ર ના વિઘાર્થીઓ ખાનગી વિઘાર્થીઓ તરીકે પરીક્ષામાં બેસે છે. ચાલુ વર્ષે જુન થી ફેબ્રુઆરી સુધીમાં ૮૦ ટકા હાજરીનો બોર્ડનો આ નિર્ણય વિઘાર્થીઓના વિકાસમાં વધારો કરશે. સ્કુલો નબળા વિઘાર્થીઓને ખાનગી વિઘાર્થીઓ તરીકે ગણાવી સ્કુલનું પરિણામ ઊંચુ લાવવાનો કીમીયો અપનાવતી હતી. જેથી હવે બોર્ડ ૬૫ ટકાની જગ્યાએ ૮૦ ટકા હાજરી ફરજીયાત કરી દીધી છે. આગામી માર્ચ ૨૦૧૯ના બોર્ડની પરીક્ષામાં ઓછી હાજરી ધરાવતા વિઘાર્થીઓ બેસી શકશે નહીં.

Loading...