Abtak Media Google News

મધુભાઈ ચેવડાવાળાને ત્યાંથી નાયલોન ચવાણા સહિત ૬ સ્થળેથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિમલ નમકીન સહિત ૧૨ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી જયારે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા સહિત ૬ સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમુના લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

આજે આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત શ્રીનાથજી ડેરી ફાર્મ, રામદેવ ડેરી એન્ડ ફરસાણ, ઉમિયાજી ફરસાણ, હર ભોલે ડેરી ફાર્મ, સદગુરુ સ્વીટ એન્ડ નમકીન, જલારામ ફરસાણ, ઝુલેલાલ નમકીન, કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ, કૈલાશ ખમણ અને ફરસાણ, રાજશકિત ફરસાણ એન્ડ સ્વીટ, શ્યામ ગૃહ ઉધોગ-બંસી નમકીન અને વિમલ નમકીન-શ્રીરામ ગૃહ ઉધોગને નોટિસ ફટકારવામાં આવી હતી.

૯ આસામીઓને ત્યાંથી મળી આવેલો ૬૧ કિલો વાસી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો અને દાઝયા ૧૦ કિલો તેલનો પણ નાશ કરાયો હતો.

આરોગ્ય શાખાએ આજે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાંથી નાયલોન ચવાણુ, અન્નપૂર્ણા ગૃહઉધોગમાંથી તીખા ગાંઠિયા, કૈલાશ ફરસાણમાંથી શકરપારા, કૈલાશ ખમણમાંથી મોરા સાટા, રાજશકિત ફરસાણ એન્ડ સ્વીટમાંથી મીઠા સાટા જયારે શ્યામ ગૃહઉધોગ-બંસી નમકીનમાંથી તીખા ગાંઠિયાના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.