Abtak Media Google News

શિષ્યવૃતિ, ટયુશન ફી, રજાના પગાર અને વગર નોકરીએ પગાર મેળવી લીધા સહિત ૫૦ મુદ્દે ટ્રસ્ટીઓએ નોટિસ પાઠવી

શહેરની ચકચારી પીડીએમ કોલેજ પ્રકરણમાં હાલના ટ્રસ્ટીઓ દ્વારા સસ્પેન્ડેડ પ્રિન્સીપાલ કમલેશ મુળશંકર જાની, કોલેજનો કર્મચારી પરેશ ઉમેદચંદ મહેતાને ટ્રસ્ટીઓએ વિવિધ પ્રકારના ૫૦ મુદાઓનો ખુલાસો કરવા શો-કોઝ નોટીસ ફરકતા શૈક્ષણિક જગતમાં ગરમાવો આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે પીડીએમના કોલેજના સ્થાપક વસંતભાઈ પોપટભાઈ માલવિયાની કરોડોની સંપતિ પચાવી પાડવા તથા ટ્રસ્ટની મિલકતમાંથી મોટી રકમની ઉચાપતો કરવા અને વસંતભાઈના મૃત્યુ બાદ જુની તારીખમાં વીલ ઉભુ કરવા અને તે વિલમાં સાક્ષી તરીકે સહી કરી તેના આધારે કોર્ટમાં ખોટુ એફીડેવીટના આધારે મિલકત પચાવી પાડવા કારસો રચાયો હતો.આ અંગે પીડીએમ ટ્રસ્ટના કર્મચારી સંજય સુરેશચંદ્ર પંડયાએ જેમાં કરોડોની ઉચાપત અને બોગસ દસ્તાવેજો ઉભા કરવા અંગે મૃતક વસંતભાઈના ભાણેજનો જ જયંત શાહ, ભાણેજપુત્ર વિશાલ મનોજ શાહ, કમલેશ જાની અને પરેશ મહેતા વિરુઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને ઉપરોકત પાંચેય શખ્સોને જેલમાં ધકેલયા હતા. તાજેતરમાં મુળ ફરિયાદી સંજય પંડયાએ ટ્રસ્ટીઓના ધ્યાને સાચી હકિકત મુકતા અને ટ્રસ્ટીઓને રેકર્ડ પર તથ્ય જણાતા કમલેશ જાની અને કર્મચારી પી.યુ. મહેતાને હાલના ટ્રસ્ટી લલિતભાઈ શાહ દ્વારા વિવિધ ૫૦ મુદાઓની લેખિતમાં ખુલાશા માંગતી નોટીસ ફટકારી છે.આ નોટીસમાં ટ્રસ્ટી લલીતભાઈ જે ખુલાસો માંગ્યો છે જેમાં ટ્રસ્ટના ઠરાવા, મિનીટસ બુકો, સોગંદનામા વિગેરે ખોટા ઉભા કરી ટુ-કોપી કરી ગેજેટેડ ઓફીસર ન હોવા શા માટે સહી છે.વિદ્યાર્થીઓને આપવાની શિષ્યવૃત્તિની એસ.બી.આઈ. બેંકમાં જમા કરવામાં આવેલ તે રકમ વિદ્યાર્થીઓને ચુકવવાના બદલે સાંસ્કૃતિક શિક્ષણ સમાજના ટ્રસ્ટના એકાઉન્ટમાં શા માટે ટ્રાન્સફરી જે તે વખતે શા માટે ઉચાપત કરી હતી.વધુમાં મૃતક વસંતભાઈની મિલ્કતો પચાવી પાડવા કાવતરુ રચી પ્રોબેટ મેળવવા અને તેનો લાભ મનોજ શાહને અપાવવા  કરોડનો વસંતભાઈનો બંગલો માત્ર કરોડમાં વેંચી નાખ્યો છે.તેમજ ખોટા ઠરાવો કરી ટ્રસ્ટને કરોડોનું નુકશાન કરેલ છે. તેમજ સરકારના નિયમોને અવગણીને વિદ્યાર્થીઓની ટયુશન ફી સરકારમાં જમા કરાવેલ નથી.તેમજ ખોટી રીતે ઘરભાડા (ભથ્થુ)ના લાખની ઉચાપત કરી છે. કોલેજના પ્રાધ્યાપક દેકીવાડીયા વર્ષો સુધી ફરજ પર આવ્યા ન હોવા છતાં પગાર મેળવી લીધો છે. ઉપરાંત અન્ય પ્રાધ્યાપકો અને કર્મચારીઓ રજા પગારની રકમની ઉચાપત કરી છે.આ ઉપરાંત જે પણ રીતે ઉચાપત થઈ શકે તેવી રકમની ટ્રસ્ટ સાથે છેતરપિંડી કર્યાના વિવિધ મુદ્દાઓ ટ્રસ્ટીઓનો ધ્યાન પર આવતા તેમાં તથ્ય જણાતા કુલ ૫૦ મુદ્દાઓ સાથે સસ્પેન્ડ પ્રિન્સીપાલ કમલેશ જાની અને કર્મચારી પી.યુ.મહેતાને ટ્રસ્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખભળાટ મચી જવા પામ્યો છે.ઉપરોકત મુદ્દાઓ અંગે ટ્રસ્ટીઓએ કમલેશ જાનીને બે નકલ સાથે બચાવનામુ રજૂ કરવા ૧૫ દિવસની મહેતલ આપેલ છે.ઉપરોકત આક્ષેપો સાબિત ઠરે તો કોઈ પણ શિક્ષા કરવા અને પેન્શન કાપ કરી કાયમી સસ્પેન્ડ શા માટે ન કરવા તેની ટ્રસ્ટીઓ તાકીદ કરી છે. કમલેશ જાની અને પી.યુ.મહેતાને નોટિસ ફટકારતા પી.ડી.એમ. પ્રકરણમાં ગરમાવો આવ્યો.મુળ ફરિયાદી સંજય સુરેશભાઈ મહેતાના પ્રતિક રાજયગુ‚, પાર્થ પીઠડિયા, સી.એચ.પટેલ અને કરણસિંહ ડાભી એડવોકેટ તરીકે રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.