Abtak Media Google News

બાંધકામ સાઈટ, પેટ્રોલપંપ, સ્કૂલ સહિતના સ્થળોએ ચેકિંગ દરમિયાન મચ્છરોના પોરા મળી આવ્યા

ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી દરમિયાન કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં મચ્છરોની ઉત્પતિ અંગે અલગ અલગ ૨૨૭ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૨૨૬ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ મળી આવતા નોટિસ ફટકારી રૂા.૩૮૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Img 20200730 Wa0297

આરોગ્ય શાખા સંલગ્ન મેલેરીયા વિભાગ દ્વારા હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગોંડલ રોડ પર બજાજ શો-રૂમ, જવાહર રોડ પર પ્લેટીનમ હોટલ, ધ ગ્રાન્ડ ઠાકર હોટલ, બાલાજી રેસ્ટોરન્ટ, રાધે બંગ્લોઝ, સંતોષ હોટલ, ધ ગ્રેન્ડ રીઝન્સી ઝેડ-બલ્યુ, શાંતિ હાઈટ્સ, ધરતી વિદ્યાલય, રૈયા રોડ પર એચપી પેટ્રોલપંપ, એમઆરએફ શો-રૂમ, મહાદેવ નમકીન, ઈનોવેટીવ મેન્યુફેકચરીંગ, જય ગણેશ ફોર્ડ, સૌરાષ્ટ્ર હોસ્પિટલ, સાકેત હોસ્પિટલ, પટેલ લાઈટીંગ, જય સિયારામ પેંડાવાલા, રાજલક્ષ્મી ટુલ્સ સહિત અલગ અલગ ૨૨૬ સ્થળોએ મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ ફટકારી રૂા.૩૮૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.