Abtak Media Google News

એટ્રોસીટીનો દૂરઉપયોગ રોકવા પ્રયાસ: કોઈ નિર્દોષની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈએ તો આપણે સિવિલાઈઝડ સોસાયટીમાં રહેતા ન ગણાય: વડી અદાલત

થોડા મહિના પહેલા વડી અદાલતે એટ્રોસીટી એકટમાં તત્કાલીન ધરપકડ ન કરવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી હતી. જાનહાનીને નુકસાન પહોંચ્યું હતું. આ ચુકાદાની ફેર સમીક્ષા કરવામાં આવે તેવી દલીલ પણ ઈ હતી. દરમિયાન કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડી વડી અદાલતના ચુકાદાને પલટવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ મામલે વડી અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર વટહુકમ બહાર પાડે કે ન પાડે એટ્રોસીટી હેઠળ નિર્દોષની ધરપકડ તો ન જ થઈ શકે.

લોકોના હકકનું હનન પાર્લામેન્ટ પણ કરી શકે નહીં. વડી અદાલતે નોંધ્યું હતું કે, સરકાર એટ્રોસીટી એકટમાં વટહુકમ પારીત કરી ચુકાદો ફેરવવા માંગે છે. આ મામલે વડી અદાલતે કહ્યું હતું કે, જો સરકાર એસસી/એસટી એકટમાં ફેરફાર કરી પુન: સપિત કરશે તો પણ અમે આ એકટ હેઠળ નિર્દોષની ધરપકડને મંજૂરી તો નહીં જ આપીએ. જો કોઈ નિર્દોષ વ્યક્તિને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દેવાય તો આપણે સિવિલાઈઝ સોસાયટીમાં રહેતા ન ગણાયએ.

આ મામલે વધુ સુનાવણી આગામી જુલાઈ મહિના સુધી ટાળવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ તા.૨૦મી માર્ચના રોજ વડી અદાલતે આપેલા ચુકાદા બાદ દેશભરમાં દલીત સમાજ રોષે ભરાયો હતો. કેટલાક તા.૨ એપ્રિલના રોજ દેશબંધનું એલાન કરાયું હતું. આ દરમિયાન હિંસામાં ૯ લોકોના મોત નિપજયા હતા. આ ઘટના બાદ વડી અદાલતના ચુકાદાની સમીક્ષા કરવાની દલીલ થઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.