Abtak Media Google News

ઈન્શ્યોરન્સ પ્રિમિયમ અને ટ્રાફિકનાં નિયમોનાં કરવામાં આવેલા ભંગનાં પરીબળોને લીંક કરાશે

પહેલાનાં સમયમાં વિમાનું પ્રિમીયમ ગાડીનાં એન્જીન અને ગાડી પર નિર્ભર રહેતું હતું અને તે રીતે વાહનચાલકને ઈન્સ્યોરન્સ પ્રિમીયમ નકકી કરવામાં આવતું હતું પરંતુ હવે વાહન નહીં પરંતુ લોકોની હાંકણી વિમાનાં પ્રિમીયમ નકકી કરશે. હાંકણી ખરાબ જો હોય તો વાહન ચાલકને પ્રિમીયમ તે રીતનું મળી રહેશે. ગૃહસચિવની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સમિતિનાં ભલામણનાં પગલે સમિતિની રચના કરવામાં આવી છે જેને દિલ્હીનાં ટ્રાફિક મેનેજમેન્ટને ધ્યાનમાં લઈ આ અંગેનો નિર્ણય લેવાનો વિચાર હાથધર્યો છે.

આ પહેલી વખત પહેલ કરવામાં આવી છે જોકે વર્ષોથી વાહનોનાં વિમા પ્રિમીયમને જોડીને જોખમી ડ્રાઈવરોને કાબુમાં રાખવા તે અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. કેટલાક પશ્ર્ચિમી દેશોએ આ પહેલને સફળતાપૂર્વક સ્વિકારી છે અને તેને વિશ્વભરમાં પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. ૭૦ ટકાથી વધુનાં અકસ્માતો ડ્રાઈવરોનાં વર્તનને આધારીત રહેતા હોય છે. પેનલ દ્વારા સુચવવામાં આવેલી શરતો અનુસાર વર્ષોથી વાહનોનાં વિમા પ્રિમીયમને જોડીને જોખમી ડ્રાઈવરોને કાબુમાં રાખવા માટે ચર્ચાઓ થઈ રહી છે. રાજય દ્વારા લાગુ કરાયેલા ટ્રાફિકનાં ઉલ્લંઘન માટે વર્તમાન બિંદુ સિસ્ટમનું મુલ્યાંકન કરવા અને દરેક ટ્રાફિકનાં ઉલ્લંઘનને ધ્યાનમાં લેતા રેટીંગ પરીબળ તરીકે જરૂરી ડેટા અંગે વિકસિત કરાશે.

સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર વિમા કંપનીઓને માર્ગ મૃત્યુને ઘટાડવા માટે મુખ્ય ભૂમિકા નિભાવવી પડશે અને આ તેમનાં વ્યવસાય માટે વધુ મહત્વપૂર્ણ બન્યું છે. કારણકે સરકાર વિમા કંપની દ્વારા વળતર વધારીને ૧૦ લાખ રૂપિયા અને ગંભીર ઈજાઓ માટે રૂા.૫ લાખ કર્યા છે જો તેમની પહેલથી અકસ્માતો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તો કુલ વળતરની રકમ ઘટશે તેમ પરીવહન મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.