Abtak Media Google News

ઉંમરગામમાં ૧૧॥ પારડીમાં ૧૦, ખેરગામમાં ૮, ધરમપુરમાં ૭, કપરાડામાં ૬, બોરસદમાં ૪ જલાલપોરમાં ૩, ચિખલી અને ગણદેવીમાં ૨॥ ઈંચ વરસાદ: હજુ ભારે વરસાદનથી આગાહી

દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા અપરએર સાયકલોનિક સકર્યુલેશનનથી અસરનાર કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. વાપી અને વલસાડમાં ૧૪ ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. હજુ ૨૪ કલાક ભારેથી અતિ ભારે વરસાદનથી આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે. દરમિયાન ગઈકાલે બંગાળનથી ખાડીમાં નવું લોપ્રેસર સર્જાયું છે જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે જેનથી અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૩ થી ૫ જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનથી આગાહી આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તથા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૩ જિલ્લાના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. વલસાડ અને વાપીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૪-૧૪ ઈંચ વરસાદ ખાબકયો છે. આ ઉપરાંત ઉમરગામમાં ૧૧॥ ઈંચ, પારડીમાં ૧૦ ઈંચ, ધરમપુરમાં ૭ ઈંચ, કપરાડામાં ૬ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. નવસારી જિલ્લાના ખેરગામમાં ૮ ઈંચ, જલાલપોરમાં ૩ ઈંચ, ગણદેવી અને ચિખલીમાં ૨॥ ઈંચ જયારે નવસારી શહેરમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાનથી વાત કરવામાં આવે તો માંડવીમાં ૩ ઈંચ, પલસાણામાં ૨ ઈંચ, બારડોલી અને ચોર્યાસીમાં ૧॥ ઈંચ, ઉમરપાડામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના અમોદમાં ૨॥ ઈંચ ભરૂચમાં ૧ ઈંચ વરસાદ પડયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ૨ ઈંચ અને બાયડમાં ૧॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પૂર્વ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા, કટલાલમાં ૧॥ ખેડામાં ૧ ઈંચ, આણંદ જિલ્લાના બોરસદમાં ૪ ઈંચ, પેટલાદમાં ૨॥ ઈંચ, સાથેજીત્રામાં ૨॥ ઈંચ, ખંભાતમાં ૧॥ ઈંચ, તારાપુર અને અંકલાવમાં ૧ ઈંચ, વડોદરા શહેરમાં ૩ ઈંચ, જિલ્લાના ડભોઈમાં ૧॥ કરજણ અને પાદરામાં ૧ ઈંચ વરસાદ પડયો છે. છોટાઉધેપુરમાં જેતપુર પાવીમાં ૩ ઈંચ, સનખેડામાં ૨ ઈંચ, બોડેલી અને છોટાઉદેપુરમાં ૧॥ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૩ ઈંચ, ઘોઘાંબા અને ગોધરામાં ૧॥ ઈંચ, હાલોલ અને કલોલમાં ૧ ઈંચ, શહેરોમાં ૧॥ ઈંચ, મહિસાગર જિલ્લાના બાલાસીનોરમાં ૧ ઈંચ, દાહોદ જિલ્લાના લીમખેડામાં ૩ ઈંચ, સિંઘવડમાં ૧॥ ઈંચ વરસાદ પડયો છે. સવારી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૩ થી ૫ જુલાઈ મધ્યમી ભારે વરસાદનથી આગાહી

બંગાળનથી ખાડીમાં લો-પ્રેસર સર્જાયું છે. જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે જેનથી અસરતળે આગામી ૩ થી ૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમી ભારે વરસાદનથી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હાલ ઉત્તર-પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં સર્જાયેલું લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત ઈ આગળ વધશે જેના કારણે ચોમાસાને વેગ મળશે. આવતીકાલે ઓરિસ્સા, છત્તીસગઢ અને બંગાળમાં વરસાદનથી સંભાવના છે. આગામી ૩ જુલાઈી રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદનથી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ચુડા, રાણપુર અને ભાવનગરમાં ૨ ઈંચ, મહુવા અને વિંછીયામાં ૧॥ ઈંચ વરસાદ

મેઘરાજાએ રવિવારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં કૃપા વરસાવી હતી. ભાવનગર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભાવનગર શહેરમાં ૫૪ મીમી, ગારીયાધારમાં ૧૯ મીમી, ઘોઘામાં ૧૬ મીમી, જેસરમાં ૫ મીમી, મહુવામાં ૩૬ મીમી, પાલીતાણામાં ૭ મીમી, સિહોરમાં ૨૩ મીમી, તળાજામાં ૧૩ મીમી, ઉમરાળામાં ૬ મીમી અને વલ્લભીપુરમાં ૧૪ મીમી વરસાદ પડયો છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં ૪૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સુરેન્દ્રનગરના ચુડામાં ૫૦ મીમી, લીંબડીમાં ૨૬ મીમી, રાજકોટના વિંછીયામાં ૩૬ મીમી વરસાદ પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.