Abtak Media Google News

દરેક માં-બાપ તેમના છોકરાઓ ને શીખડાવે છે કે ભણશો-ગણશો તો થશો નવાબ, રમસો-રખડસો તો થશો ખરાબ. પરંતુ મુંબઈ ના એક છોકરાએ આ કેહવત ને ખોટી પડી છે. અને તેને એક નવી મીશાઈલ કામિયાબ કરી છે.

આ વાત છે મુંબઈના રેહવાશી ટ્રિશનિત અરોડાની. ટ્રિશનિત અરોડાને ભણવામાં જરાય રસ નહતો પરંતુ તેને કમ્પ્યુટરમાં નાનપણ થી જ રસ હતો જેના કારણે આજે તે કરોડ પતિ છે.

ટ્રિશનિત અરોડાએ જણાવ્યું હતું કે તેમને બાળપણથી જ વિડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો. પરંતુ લાંબા સમય સુધી કમ્પ્યૂટર પર બેસવા પર તેમના પિતાને ખૂબ ચિંતા થતી હતી. આ કારણોસર ટ્રિશનિત અરોડાના પિતા રોજ કમ્પ્યૂટરનો પાસવર્ડ બદલતા હતા. પરંતુ ટ્રિશનિત તેમના બુદ્ધિશાળી મગજ થી હંમેશા પાસવર્ડ ક્રેક કરી નાખતો. ટ્રિશનિતની આ જ ખૂબીથી તેમના પિતા ખુબજ પ્રભાવિત થતા અને પછી કંઈક એવું બન્યું જેનાથી તેમની આખી જિંદગી બદલાઈ ગઈ.

માત્ર 21 વર્ષની ઉંમરે જ ટ્રિશનિત અરોડાએ પોતાની કંપની શરૂ કરી અને હવે રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, એવન બાઈક જેવી અનેક કંપનીઓએ તેમની ક્લાયન્ટ્સ અને ટ્રિનેટેડ તેમને સાયબર સાથે જોડતી સેવાઓ પૂરી પાડે છે. ટ્રિશનિત અરોડા એક લેખક પણ છે અને તેઓએ હૅકિંગ ટોક વિદ્ ટ્રીશનિત અરોડા,  હેકિંગ એરા અને હેકિંગ વિધ સ્માર્ટ ફોન્સ જેવા પુસ્તકો લખે છે.

કંઈક આ રીતે થય હતી ટ્રિશનિત અરોડાની શરૂઆત

ટ્રિશનિત અરોડા

એક દિવસ ટ્રિશનિત અરોડાના પ્રિન્સિપલે તેમના માતાપિતાને બોલાવીને કહ્યું હતું કે તેમનો પુત્ર 8 માં ફેલે થયો છે. ત્યાર પછી તેમના પિતાએ તેમને પૂછ્યું હતું કે હવે તુ કરવા શુ માંગેસ તો ટ્રિશનિતે જણાવ્યું હતું કે તેમની રુચિ કોમ્પ્યુટરમાં છે પિતાના કહેવાથી ટ્રિશનિત અરોડાએ સ્કૂલ છોડી કમ્પ્યૂટરનો કોર્સ શરૂ કર્યો.

19 વર્ષની ઉંમરમાં ટ્રિશનિત અરોડાએ કમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનીંગ કરવાનું શીખ લીધું હતું. ટ્રિશનિત અરોડાએ તેમના પહેલા પ્રોજેક્ટ્સના 60 હજાર રૂપિયા મળ્યા હતા ત્યારબાદ તેમણે તે જ નાણાં ઉમેરીને પોતાની એક ટીસી સિક્યોરિટી સોલ્યુશન નામની એક કંપની શરૂકરી હતી.

જોત જોતામાજ તેમની કંપની તેમના ક્ષેત્ર માં દેશની નંબર 1 કંપનીઓમાં ગણતરી થવા લાગી અને ટ્રિશનિત અરોડા એક કામિયાબ કરોડપતિ બની ગયા. ટ્રિશનિત અરોડા ભારત ઉપરાંત દુબઈ માં પણ ઘણી ઑફિસ છે. આમ,આ ૮મુ ધોરણ ફેઈલ ટ્રિશનિત અરોડા કરોડ પતિ બની ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.