સફળતા નહી પણ ‘ઘેલછા’ મહાન બનાવી દે છે

ખાનનો ખાન…. આમીરખાન

થ્રી ઈડિયટસ ફિલ્મ મારા માટે ખૂબજ યાદગાર રૂપ: ૪૪ વર્ષની વયે વિદ્યાર્થીનો રોલ ભજવી મારો શ્રેષ્ઠ પરિચય આપ્યો આમિરખાન

કહેવાય છેને કે તનતોડ કરેલી મહેનતથી કયારેય થાક નથી લાગતો તેનાથી તો સંતોષ મળે છે. આત્મ સંતુષ્ટીનો અનુભવ થાય છે. મહેનતના ફળની કયારેય ચિંતા કરવી પડતી નથી તે તો સફળતાના રૂપમાં પ્રાપ્ત થઈ જ જાય છે. અને આ સફળતાની સાથે કામ પ્રત્યેની ‘ઘેલછા’ પણ માણસને મહાન બનાવી દયે છે. આવું જ કંઈક માનવું છે બોલીવુડના મીસ્ટર પરફેકટનીસ્ટ ગણાતા ખાનોના ખાન આમીરખાનનું..

તાજેતરમાં રૂપીના ગ્રેટર નોઈડા સ્થિત બેનેટ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ચીફ ગેસ્ટ આમીરખાને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પોતાની ફિલ્મી કારકીર્દી અને અનુભવો વિશે ઘણી વાતો કરી હતી. બેનેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માત્ર આમીરખાનને સાંભળવાનો જ નહી પણ તેમના અનુભવોમાંથી ઘણુ શીખવાનો પણ મોકો પ્રાપ્ત થયો હતો. સમારોહ દરમિયાન આમીરખાને ડાયરેકટર રાજકુમાર હિરાણી સાથે કામ કરવા અંગેની ઘણી વાતો શેર કરી હતી. અને ખાસ ‘થ્રી ઈડીયટસ’ ફિલ્મને લઈ પોતાના અનુભવો કરી આ ફિલ્મનો રોલ ખૂબજ યાદગાર હોવાનું જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, થ્રી ઈડીયટસ ફિલ્મ આમીરખાનની સૌથી શ્રેષ્ઠ ફિળ્મો પૈકીની એક છે. રાજકુમાર હિરાણીએ આ ફિલ્મને પ્રોડયુસ કરી હતી જે વિશે આમીરખાને જણાવ્યું કે, ૪૪ વર્ષની ઉંમરમાં મે એક યુવા વિદ્યાર્થીનુ પાત્ર આ થ્રી ઈડિયટસ ફિલ્મમાં ભજવેલું જયારે મેં આ ફિલ્મને લઈ પ્રોડયુસરનો સંપર્ક કર્યો ત્યારે તેઓ પણ અસંમજસમાં હતા કે હું એક વિદ્યાર્થીનો રોલ કેવી રીતે ભજવી શકીશ ?? પરંતુ મને આ ફિલ્મનો જે મૂળ વિચાર હતો. ‘સફળતા પાછળ ન ભાગો, કાબિલિયતનો પીછો કરો’ એનાથી હું ખૂબ પ્રભાવિત થયેલો અને આ સુત્રને જ ગાંઠ બાંધી મેં થ્રી ઈડિયટસ મૂવીમાં કામ કર્યું અને મારા પાત્રને મેં ન્યાય કર્યો.

આ ઉપરાંત, આમીરખાને પોતાના કેરિયરની શરૂઆતનાં દિવસોના અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા અને કહ્યું કે, ફિલ્મી કારકીર્દીની શરૂઆતમાં મેં ખૂબ આકરા દિવસો પસાર કરેલા મારૂ કેરીયર મને ડુબતું હોય તેવું લાગતું હતુ ખૂબજ દુ:ખી રહેતો અને ઘરે આવીને ઘણીવાર રડવા પણ લાગતો આ પ્રકારે થોડા દિવસો પસાર કર્યા બાદ મે મારી જાત સાથે સંકલ્પ કરેલો અને કહ્યું કે, જયાં સુધી મને બંધ બેસતું પાત્ર નહી મળે જયાં સુધી હું મરી પૂર્ણ મહેનતથી શ્રેષ્ઠ પાત્ર નહી ભજવી શકું. મને જયાં સુધી શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ અને શ્રેષ્ઠ ડાયરેકટર નહી મળે ત્યાં સુધી હું કોઈ ફિલ્મ સાઈન કરીશ નહી આ બાબતે તેણ એક અનુભવ જણાવ્યો કે, એક વખત મને મહેશભટ્ટનો શુટીંગ માટે ફોન આવેલો અને તેમણે મને ફિલ્મ સાઈન માટે બોલાવ્યો મેં તેમની સ્ક્રીપ્ટ વાંચેલી પણ મને તે સ્ક્રીપ્ટ માફક ન આવતા મે ફિલ્મનો સ્વિકાર ન કર્યો.

આમીરખાને એવા સમયે મહેશ ભટ્ટને ના પાડેલી કે તે સમયના ડાયરેકટરોમાં મહેશ ભટ્ટ સૌથી આગળના ડાયરેકટર ગણાતા આમીર ખાને છતા પણ તેમની ફિલ્મનો અસ્વિકાર કરી પોતાને અનુકુળ અને પોતાની કાબિલયતનો નીચોડ જે પાત્રમાં બતાવી શકે એવું જ પાત્ર ભજવવું જોઈએ તેનો મહત્વનું ઉદાહરણ પૂરૂ પાડેલું.

Loading...