Abtak Media Google News

આમ તો દુનિયામાં એવા ઘણાબધા મંદિરો છે જે પોતાની કળાકારી માટે પ્રખ્યાત છે પરંતુ આજે એક એવા મંદિર અંગે ચર્ચા કરીશું જે બીયરની બોટલોથી બનાવેલું છે. ભગવાન બુદ્ધનું આ મંદિર થાઈલેંડમાં બન્યું છે. તેનું નિર્માણ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા થયેલું છે. એક અનોખા મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. થાઈલેંડના સિસ્કેટ પ્રાંતના બૌદ્ધ ભિક્ષુકોએ 10-15 લાખ બોટલોનો ઉપયોગ કરીને ‘Wat Pa Maha Chedi Kaew’નામક આ મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિરની સ્થાપના વર્ષ 1984માં કરાઈ હતી. તેનો દરેક ખૂણો લીલી અને ભૂરા રંગની બોટલોથી બનાવાયો છે. આ મંદિરને જોઈને એ સાબિત થઈ જાય છે કે બેકાર પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સુંદર ઈમારત બનાવી શકાય છે. આ મંદિરના બાથરુમથી લઈને સ્મશાન સુધીને પણ બિયરની બોટલો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. બીયરની બોટલોથી બનેલું આ મંદિર થાઈલેંડનો એક વિખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.