રાજયમાં એક કે બે નહીં ભુકંપનાં ૬ આંચકા !

તાલાલા-ઉકાઈમાં બે-બે અને નવસારી-ભુજમાં એક-એક આંચકો નોંધાયો

ગુજરાતમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. રાજયમાં એક કે બે નહીં પરંતુ છ ભુકંપના આંચકા આવ્યા છે જેમાં તાલાલા-ઉકાઈમાં બે-બે અને નવસારી-ભુજમાં એક-એક ભુંકપનો આંચકો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે ૩:૦૯ કલાકે ગીર સોમનાથના તાલાલાથી ૧૪ કિલોમીટર દુર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ૧.૪ રીકટલસ્કેલનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે મોડીરાત્રે ૧:૧૩ કલાકે ભુજથી ૩ કિલોમીટર દુર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે ૧.૮ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. બાદમાં આજે વહેલી સવારે ૫:૦૩ કલાકે પ્રથમ આંચકો ઉકાઈથી ૪૦ કિલોમીટર દુર સાઉથ સાઉથ વેસ્ટ ખાતે ૨.૧ રીકટલસ્કેલ અને ૫:૦૩ કલાકે નવસારીથી ૨૫ કિલોમીટર દુર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે ૨.૩ રીકટલસ્કેલનો આંચકો અનુભવાયો હતો જેની અડધી કલાક બાદ એટલે કે ૫:૩૧ કલાકે ઉકાઈથી ૨૮ કિલોમીટર દુર ૧.૫ રીકટલસ્કેલનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ૬:૩૦ કલાકે ગીર સોમનાથના તાલાલાથી ૧૨ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૧.૪ રીકટલસ્કેલનો આંચકો અનુભવાયો હતો. વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જોકે ભુકંપની તિવ્રતા સામાન્ય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

વહેલી સવારે પૂર્વીય લેહમાં ૫.૧ની તિવ્રતાનો ભુકંપ

ભુકંપના ઝટકા ગુજરાત તો ઠીક દેશના અન્ય વિસ્તારોમાં પણ નોંધાયા છે. પૂર્વીય લેહમાં મંગળવારે સવારે ૫:૧૪ કલાકની આસપાસ ૫.૧ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભુકંપનું કેન્દ્રબિંદુ પૂર્વીય લેહથી ૧૭૪ કિલોમીટર દુર હતું. ભુકંપનો ઝટકો એટલો તેજ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. મળતી માહિતી મુજબ ભુકંપનું ઉંડાણ જમીનની અંદર ૧૦ કિલોમીટર સુધી હતું. આ અગાઉ લેહ-લદાખમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ૫.૬ની તિવ્રતાનો ભુકંપ નોંધાયો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ ગુલમર્ગથી ૨૮૧ કિલોમીટર દુર ઉતર દિશામાં બતાવવામાં આવ્યું હતું.

Loading...