Abtak Media Google News

ર૮ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ચાલનારા મશીન ટુલ્સ શો-૨૦૧૮ માં ઇન્ડસ્ટ્રી-૪ના મશીનોનું પણ ડિસ્પ્લે કરી ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે

વિશ્વ આખુ જયારે મેક ઇન ઇન્ડીયા  અને મેડ ઇન ઇન્ડીયા ના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાથી નજર કરે છે. ર૧મી સદીમાં વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય સાથે પ્રબલ વગેરે વિકાસ કરી રહ્યું છે. ત્યારે રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડમાં તા. ૨૮-૧૧-૧૮ થી ૧-૧૨-૧૮ સુધી ૭માં રાજકોટ મશીન ટુલ્સ શો ૨૦૧૮ નું ભવ્યા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટીંગ, ફોમિંગ, ઓટોમેશન, ફોજિંગ અને ફાઇન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણનું કેન્દ્ર બનશે.

છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ મશીન ટુલ્સ શો જન માનસમાં અનોખું સ્થાન ધરાવે છે. ભારતીય અને વૈશ્વીક કંપનીઓ માટે રાજકોટ મશીન ટુલ્સ શો એક એવું પ્લેટફોર્મ  બની રહે છે જયા ઔઘોગિક વિકાસની સાથે સાથે વ્યાવસાયિક વિસ્તાર વધારવા માટે અગણિત તકો મળી રહે છે. એનએસઆઇસી ગ્રાઉન્ડ જેવા વિશાળ વિસ્તારમાં વિસ્તૃત રાજકોટ મશીન ટુલ્સ શો-૨૦૧૮ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અમુલ્ય અવરસ બનશે102આ પ્રદર્શન કુલ પ૦,૦૦૦ ચો.મી. એરીયામાં થઇ રહ્યું છે. જેમાં ભારત તથા યુ.એસ.એ. જર્મન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીયા, મલેશીયા, અને સ્પેન જેવા અલગ અલગ દેશોની પ૦૦ થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહી છે. તથા આ પ્રદર્શનની મુલાકાતે એક લાખથી વધારુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.

વિશ્વ સ્તરીય વ્યાપાર કરવા માટે અને ખુબ જ તેજીથી બદલાતી તેમજ અત્યંત આધુનિક ટેકનોલોજી અને પ્રોડકટસને જાણવા અને માણવાની સ્વર્ણ તક રાજકોટ મશીન ટુલ્સ શો ૨૦૧૮ માં જોવા મળશે.આ સાથે આ એકઝીબીશનમાં પરંપરાગત મશીનો જ નહી પરંતુ ઇન્ડસ્ટ્રી-૪ માં મશીનો પણ મુકવામાં આવશે.

ભારત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે જોતા હવે એ દિવસો પણ દુર નથી કે જો ફ્રીજમાં દુધ ખતમ થઇ ગયું હોય તો ઓટોમેટીક ફ્રીજ જ દુધવાળાનો સંપર્ક કરી દૂધ મંગાવી લેશે. આવી ટેકનોલોજી અને આવા મશીનો પણ ટૂંક સમયમાં ભારતીય મશીન ટુલ્સની શાન વધારશે.103આ એકઝીબીશનમાં લેટેસ્ટ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી-૪ ની ટેકનોલોજી ડિસ્પ્લેપર પ્રથમવાર દરેક મશીનનું લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવશે. આ અંગે વધુ જણાવતા મશીન ટુલ્સ મુન્યુફેકચર એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી જય માવાણીએ કહ્યું કે આ શો માં જુદા જુદા સેન્ટરના લોકો પણ પ્રમોશન માટે આવશે જેમાં લુધીયાણા, મહારાષ્ટ્ર અને લોકલ લેવલે પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ સમગ્ર આયોજન એરક્ધડીશન ડોમમાં કરવામાં આવશે આ શોનો મુખ્ય હેતુ ઉત્પાદનોને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી વ્યવસાયિક સમૃઘ્ધિ આપવાનો અને એન્જીનીયરીંગ ઉદ્યોગના આયોજન બઘ્ધ વ્યવસાય થકી વિકસીત કરવાનો છે.

સમગ્ર એકઝીબીશન માટે કે.એમ.જી. બીઝનેસ ટેકનોલોજી – અમદાવાદના કમલેશભાઇ ગોહીલ તથા તેની ટીમ અને મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના હોદેદારો રાજુભાઇ ભંડેરી (પ્રમુખ) દિનેશભાઇ ખંભાયતા (ઉપપ્રમુખ) તેજસ દુદકીયા (સેક્રેટરી) જય માવાણી (જો. સેક્રેટરી) કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેકટરો શેલેષભાઇ કવા, હરેશભાઇ પટેલ, દેવલ ઘોરેચા, સચીન નગેવાડીયા, પીયુષ ડોડીયા યોગીન છનીયારા, કરણ પરમાર બીજેશ સાપરીયા પીયુષ સગપરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.