Abtak Media Google News

દેશભરમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વધુ સઘન બનાવાશે

કોરોના માટે તાવ, શરદી, ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, શ્ર્વાસની તકલીફ ધરાવતા વૃઘ્ધ, બાળકો સહીત તમામ વર્ગના લોકોની ચકાસણી કરાશે

ચીનના વુઆનમાંથી શ‚ થયેલી કોરોના મહામારી સમગ્ર વિશ્ર્વને ભરડો લઇ ચુકી છે. ત્યારે ભારત સરકાર દ્વારા દેશની ૧૩૦ કરોડની પ્રજાને સંક્રમણના ખતરાથી મુકત રાખવા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં એકપણ કોરોના વાયરસ સંક્રમિત દર્દીની ઓળખ બાકી ન રહે  તે માટે દેશમાં ઠંડવાળી  જગ્યાથી લઇ કોઇપણ જગ્યા ટેસ્ટીંગ પ્રક્રિયામાંથી બાકી ન રહી જાય તે માટે તપાસની પ્રક્રિયા વિસ્તૃત બનાવીને શરદીના વાયરા વચ્ચેના સ્થળો અને વિસ્તારો તપાસમાં આવી ગયા છે.

દેશમાં વધુ સંક્રમણની દહેશતવાળા ૧૩૩ જિલ્લાઓની જગ્યાઓને તપાસના દાયરામાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જીલ્લા કક્ષાએ સેમ્પલ લેવાની પ્રક્રિયા અને શંકાસ્પદ દર્દીઓની ઓળખ અને ખાસ કરીને કોવિડ-૧૯ના પગપેસારાની તપાસ કરીને પોઝિટીવ કેસો શોધવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સેમ્પલીંગ એક ચકાસણીની પ્રક્રિયા છે જેમાં ફલુ જેવી માંદગીની હાજરી ધરાવતા દર્દીઓને તપાસીને કોરોનો વાયરસની ઉપસ્થિતિની ચકાસણી કરવા માટે નિમિત બનશે.

અત્યારે દેશના અડધો અડધ ભાગના ૭ર૦ જિલ્લામાં કોવિડ-૧૯ ની હાજરી નોંધાઇ ચુકી છે. આવા જિલ્લાઓ અને શહેરમાં એકસરથી પઘ્ધતિથી તપાસ ઝુંબેશ હાથ ધરીને તમામ રાજયોને આવરી લેવાશે. આર.ટી.પી.સી.આર.  પઘ્ધતિથી આ ચકાસણી વધુ સરળ બનશે. ચાયનામાંથી ટેસ્ટીંગ કીટ લાવવામાં વાર લાગી છે, પરંતુ વધુ સંક્રમિત વિસ્તારો અને દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ ચકાસણી મહાઅભિયાન  હાથ ધરવામા: આવી રહ્યું છે.

સમગ્ર ભારતમાં આરોગ્ય ચકાસણીની રાોગનીતિના આધારભૂત સુત્રો એવું જણાવી રહ્યા છે કે કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે અત્યારે દેશભરમાં આરોગ્ય ચકાસણીને વધુ સઘન બનાવવાની આવશ્યકતા છે અને પ્રારંભિત ધોરણે કરવામાં આવતી તપાસણી લેબોરેટરીમાં હાથ વગી છે અને અત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા કોઇપણ વ્યકિત અને ખાસ કરીને એવા ભારતીય કે જે વિદેશથી પરત આવેલ છે અને તેઓ જે લોકોને મળ્યા છે તેમના સંક્રમણની વધુ પ્રમાણમાં રહેલી દહેશતની શકયતાના પગલે આવા લોકોની તપાસ જરુરી બની છે.

શ્ર્વાસની તકલીફ ધરાવતા વ્યકિતઓએ આઇ.એલ.આઇ. દર્દી તરીકે આવરી લઇને તમામને આઇ.સી.યુ.માં ભરતી અને ઓપીડી ની સારવાર આપીને એકપણ ગંભીર પ્રકારના દર્દ રહી ન જાય તેની તાકીદ રાખવામાં આવી છે.

કેન્દ્ર સરકાર કોવિડની ઓળખ માટે હવે તાવ, શરદી, ડાયાબીટીસ, બ્લડ પ્રેસશ, શ્ર્વાસની તકલીફ ધરાવતાં વૃઘ્ધો અને બાળકો સહિતના તમામ વર્ગના લોકોની આરોગ્ય ચકાસણી માટે ગંભીર બની છે.

અગાઉ વિવિધ પઘ્ધતિઓના માઘ્યમથી દરરોજના ૪૧૦૦ દર્દીઓ તપાસણી કરવામાં આવતી હવે તેનો વ્યાપ વધારીને દરરોજના ૧૬૦૦૦ થી વધુ વ્યકિતઓની ચકાસણી થઇ રહી છે. કોર્ટે કારોનાના તપાસની વિનામૂલ્યે વ્યવસ્થા ઉભી કરવાનું સુચન કરતા સરકારે આ માટે ખાનગી લેબોરેટરીઓને જોડવા માટે એક વિધેયક પાસ કર્યુ હતું. સરકાર દેશની ૧૩૦ કરોડની વસ્તીમાંથી એકપણ વ્યકિત કોવિદ-૧૯ના સંક્રમણના પ્રભાવ વચ્ચે આરોગ્ય ચકાસણીથી બાકી ન રહે તેવા આયોજન સાથે આગળ વધી રહી છે.

સરકાર દ્વારા ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચજના માઘ્યમથી દેશભરમાં જે વ્યકિતઓને ટેસ્ટની જરુર છે તેમાંથી એકપણ વ્યકિત બાકાત ન રહે તેવી રણનીતીના અમલ માટે  વિશ્ર્વાસનો માહોલ ઉભો થયો છે. અત્યારે ચકાસણીની પ્રક્રિયામાં સરેરાશ ૪.૫ ટકા સંક્રમિત દર્દીઓ મળી રહ્યા છે. ભારતમાં આઇપીસીઆર દ્વારા મોટાપાયે સર્વેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શ્ર્વાસ સાથેની સમસ્યાઓ દર્દીઓને ખાસ કરીને પ્રવાસ અને બહારથી આવેલા લોકોના સંપર્કથી સામુદાયિક સંક્રમણની શકયતાની દ્રષ્ટિએ અત્યારે તપાસ હાથ ધરવામાં આવે છે. શ્ર્વાસની તકલીફ સાથે દવાખાનામાં દાખલ અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલાઓને અગ્રતા આપવામા આવી રહી છે.

આ માપદંડ  હેઠળ મોટા શહેરોમાંથી ગામડાના હિજરત કરીને આવેલા મજુરો દિલ્હીમાં યોજાયેલા તબલીગ જમાતમાં હાજરી આપીને આવેલા વિવિધ વિસ્તારોમાં પહોચ્યા અને સંપર્કમાં આવેલા તમામ ૪ એપ્રિલથી શરુ થયેલા પ્રથમ તબકકાની આરોગ્ય ચકાસણીમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ સાથે સરકાર કોવિડ-૧૯ ના ટેસ્ટ માટે ટીબીના દર્દીઓના ટેસ્ટની પઘ્ધતિ માટે નાકો મશીનની ઉપલબ્ધી કરાવવામાં આવી છે. એસ્ટબોડી ટેસ્ટીંગ કીટની અછત વચ્ચે એપ્રિલ- ૯ થી જે લોકોને આ રોગના લક્ષણો અને સંક્રમણ વિસ્તારોમાંથી અવર જવર અને સમુહમાં એકઠા થવાના છેલ્લા ૧૦ દિવસની સ્થિતિ વાળાઓને આરટીપીસીટી હેઠળ દ્વારા ચકાસવામાં આવે છે.

અગાઉ આ રીતે સરેરાશ પ૦૦૦ દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે. રવિવારે  એક દિવસ બપોરે બે વાગ્યા સુધીમાં દેશમાં ૧૮૯૯૬૬ નમુનાઓની કોવિડ-૧૯ માટે ચકાસણી કરવામાં આવી હતી. જેના ૪.૩ ટકા રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું ટીસીઆરઆર  દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.