Abtak Media Google News

માંસાહારી અને શરાબનું સેવન કરતા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં તેજસ્વી હોય તોપણ તેમને પુણે યુનિવર્સિટીમાં  ‘મહર્ષિ કીર્તનકાર શેલાર મામા’ ગોલ્ડ મેડલ નહીં મળે. યુનિવર્સિટીના પ્રશાસનના સરક્યુલર મુજબ, ગોલ્ડ મેડલ મેળવવા માટે કેટલીક શરતો છે, જેમાં શાકાહારી હોવાની શરત પણ સામેલ છે. યુનિવર્સિટીની વેબસાઇટ પર શરતોના યાદી મૂકવામાં આવી છે. જેમાં સાતમા ક્રમે શરત છે કે માત્ર શાકાહારી અને શરાબનું સેવન નહીં કરનારા વિદ્યાર્થીઓ જ ‘મહર્ષિ કીર્તનકાર શેલાર મામા’ ગોલ્ડ મેડલ માટે પાત્ર બનશે. વળી, યાદીમાં એમ પણ કહેવાયું છે કે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરનારા વિદ્યાર્થીઓને આ મેડલ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. 1949માં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીનું નામ વર્ષ 2014માં નામ મહારાષ્ટ્ર સરકારે સમાજ સુધારક અને શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી કાર્ય કરનારા સાવિત્રીબાઈ ફુલેના નામ પર રાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.