ઓસ્કાર એવોર્ડ માટે મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ને નોમિનેટ, આ ફિલ્મો પણ હતી સ્પર્ધામાં!

મલયાલી ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ ને ભારત દ્વારા 93મા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ‘જલ્લીકટ્ટુ’ સિવાય બીજી ઘણી ફિલ્મો પણ ભારત તરફથી ઓસ્કરમાં જવાની રેસમાં હતી.

જેમાં હિન્દી ફિલ્મોમાં શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ગુલાબો સીતાભો, સીરિયસ મેન, બુલબુલ, કમાલ, ધ પિંક સ્કાયનો સમાવેશ પણ થાય છે. આ સિવાય મરાઠી ફિલ્મો બિટર્સવીટ અને ડિસીપલ પણ રેસમાં હતી.

ભૂતકાળમાં મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાનને વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યાં હતાં. આ તમામ ફિલ્મો એવોર્ડ જીતવામાં અસફળ રહી હતી.

Loading...