Abtak Media Google News

આર્થિક રીતે નબળા પડેલા ઉદ્યોગો અને લિસ્ટેડ કંપનીઓ માટે પુન: ધિરાણ અને કર્જ સરળતાથી મળશે

સ્ટોક એકસચેન્જે તમામ નોંધાયેલી કંપનીઓ માટે એક નવી નિતિ વિષયક જાહેરાત કરી છે, કંપનીઓને પોતાના બોર્ડમાં મુકાયેલી આર્થિક વિગતો બોર્ડ મિટીંગ પુરી થયાના ૩૦ મિનીટમાં જાહેર કરવાની જોગવાય લાગુ કરવાની કવાયત હાથ ધરી છે.

અત્યારે આ જોગવાય મુજબ બોર્ડ મિટીંગની ચર્ચા સાથે ૩૦ મિનીટનો સમય ગાળો માન્ય રખાયો છે. હવે આ પછી વેપાર-ઉદ્યોગ માટે કાર્યરત એફઆઇસીસીઆઇએ એવું સુચન કર્યુ છે કે, આર્થિક પરિણામની જાહેરાત બોર્ડ મિટીંગમાં ચર્ચાએલા મુદાઓ અને થયેલી સમિક્ષા કાર્યવાહી ૩૦ મિનીટમાં જાહેર કરવાની રહેશે આ જોગવાયમાં વધારાની એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે ટોચની એક હજાર જેટલી વિશાળકાય કંપનીઓ (૩૧ માર્ચના પ્રતિ વર્ષના જાહેર થયેલા કુલ વાર્ષિક ટન ઓવર)ના આધારે આ મોટી કહેવાતી કંપનીઓને પોતાના વાર્ષિક અહેવાલ વેબસાઇટ પર પણ મુકવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

અત્યારે આ જોગવાય હેઠળ ટોચની ૫૦૦ કંપનીઓ નોંધાયેલી છે.

નોંધાયેલી કંપનીઓની ફરિયાદોનું ભારણ ઘટાડવા માટે સેબીએ કરેલી દરખાસ્તમાં વર્તમાન પત્રમાં જાહેર ખબરો અને નોટિસ બોર્ડ પર બેઠકની આર્થિક ચર્ચા પરિણામો અને ત્રિમાસીક સરવૈયાની વિસંગતા તાત્કાલિક ધોરણે ઉકેલવા જણાવ્યું છે.

અત્યારે સેબીની જોગવાય મુજબ તમામ નોંધાયેલી કંપનીઓ, એલઓડીઆરમાં નોંધણી અને તેના નિયમો મુજબ સ્ટોક એકસચેન્જ વેબસાઇડ કે જે ગમે ત્યા ગમે ત્યારે વિના મુલ્યે ઉપયોગમાં લઇ શકાય તેવી વેબસાઇટમાં મુકવાનું જણાવ્યું છે. જો અલગથી અખબારોની જાહેરખબરો, નોટિસ બોર્ડ પર મિટીંગની ચર્ચાઓ અને આર્થિક પરિણામો ત્રિમાસીક સરવૈયાઓની સમિક્ષાથી કંપનીઓનું ભારણ ઘટાડવા સુચવ્યું છે. સેબીએ જે વસ્તુનું ઇલેકટ્રોનિક માધ્યમથી ચુકવણી શકય ન હોય તેવા કેસમાં ચેક દ્વારા ચુકવણા કરવાનું સુચવ્યું છે. આ દરખાસ્ત હેઠળ નોંધાયેલી કંપનીઓ ત્રિમાસીક અહેવાલો સ્ટોક એકસચેન્જને ખોવાયેલા શેર પ્રમાણ પત્રો અને ડુપ્લીકેટ પ્રમાણ પત્રો ઇસ્યુ કરવા માટે દરખાસ્ત કરી શકશે આ જોગવાય માટે ૧૧ ઓકટોમ્બર સુધી પ્રજાના અભિપ્રાય ધ્યાને લેવામાં આવશે. આ જોગવાયની અમલવારી તમામ સ્ટોક હોલ્ડર પાસેથી બે વાર મંતવ્ય લીધા બાદ કરવામાં આવશે

આરબીઆઇ દ્વારા કંપનીઓ માટે સમસ્યાના ઉકેલ, આર્થિક સંકડામણ દુર કરવા માટે લોનની પુન: ચુકવણી, બેન્કો કે આર્થિક સંસ્થા પાસેથી કર્જ લેવાની વ્યવસ્થા માટે એક નવી જ માર્ગ દર્શિકા બનાવવામાં આવી છે. કોર્પોરેટ જગતનું કર્જની ફેરબદલીની યોજનાઓને એપેક્ષ બેન્ક દ્વારા મુલત્વી રાખીને તેની જગ્યાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા અધિનિયમ ૨૦૧૯ મુજબ લાગુ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.