Abtak Media Google News

‘નોકિયા’ની પેરેન્ટ કંપની ફિનલેન્ડની ‘HMD ગ્લોબલ’ ભારતમાં ઓગસ્ટ મહિનામાં બે નવા સ્માર્ટફોન ‘નોકિયા 6.2’ અને ‘નોકિયા 7.2’ લોન્ચ  કરશે.

નોકિયા 6.2 નોકિયાના X71 સ્માર્ટફોનનું જ ગ્લોબલ વેરિએન્ટ છે,. આ ડિવાઇસમાં 6.39 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો અસપેક્ટ રેશિોયો 19.5: 9 છે. આ ડિવાઇસમાં 6 જીબી રેમ અને 128 જીબી એક્સ્પેન્ડબલ સ્ટોરેજ છે. આ સાથે તેમા સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે.

નોકિયા X71 માં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, તેની સાથે 8 મેગાપિક્સેલનું સુપર-વાઇડ એન્ગલ લેન્સ અને 5 મેગાપિક્સલનું ડેપ્થસેન્સર છે. સેલ્ફી માટે, તેમાં 16-મેગાપિક્સલનો કેમેરો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.