Abtak Media Google News

ઘુવડ દિવસે બહુ જ ઓછું અને રાત્રે વધારે વિહાર કરે છે. ઘણાં લોકો તેને અપશુકન માને છે, અને ડરામણું પણ તેથી ઘણી હોરર ફિલ્મોમાં તેને પ્રદર્શિત પણ કરાયું છે, વિશ્વમાં તેની રર૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે

ગીધ, સમડી, ઘુવડ જેવા સામાન્ય રીતે આપણને જોવા મળતા પક્ષીઓની આજકાલ સતત સંખ્યા ઘટી રહી છે. ચિબરી ઘુવડ જેવી જ દેખાતી હોવાથી તેનો પણ તંત્ર વિદ્યામાં ભોગ લેવાય છે. ચકચકાટ આંખો વાળા ઘુવડ નિશાચર પક્ષી છે. શિકારી પક્ષી ઘુવડ ખુબજ ચબરાકને ચાલાક પક્ષી છે. તે દિવસ કરતાં રાત્રે વિહાર કરતું જોવા મળે છે. ઘણા લોકો તેને અપશુકનનું ચિન્હ ગણે સાથે ડરામણું, વિચિત્ર લાગતું હોવાથી આપણી હિન્દી હોરર ફિલ્મમાં તે અવશ્ય જોવા મળે છે. આના વિશે બહુ માહિતી મળતી નથી ને તે આજે લુપ્ત થતી પક્ષીની પ્રજાતિમાં આવે છે.

આપણાં ભારતમાં મોટાભાગે ભૂખરા રંગના ઘુવડ જ જોવા મળે છે. જો કે વિશ્ર્વમાં અલગ અલગ રંગો કદ સાથે તેમની રર૦ થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. ખાસ તેની આંખો તેજ અને ચબરાક હોય છે તે ગમે તેટલે ઉંચેથી શિકાર શોધી શકે છે. શરીરના વજનની પ ટકા વજનની આંખ મોટી-ગોળ અને ખુબ જ ચમકતી હોય છે. વિશ્ર્વમાં એક પ્રજાતિ સાવ નાનુ ઘુવડ છે જેનું વજન માત્ર ૩૧ ગ્રામને લંબાઇ ફકત પાંચ ઇંચ હોય છે. જયારે મોટુ ઘુવડ અઢી કિલોનું જેની લંબાઇ પાંચ ફુટ નોંધાય તે જોવા મળેલ હતું.

ઘુવડની આંખો ફરતી જ નથી, સ્થિર હોય છે. તેની ગરદન ૩૬૦ ડીગ્રી ખુણાના માપ સુધી ફરી શકે છે. જે તેને શિકાર કરવાને શોધવામાં મદદ કરે છે. સૌથી રંગ જોઇ શકતા નથી ફકત ઘુવડ જ તે જોઇ શકે છે. તેની સાંભળવાની શકિત માણસ કરતાં દશ ગણી વધારે હોય છે. ગમે તેવા અંધારામાં અવાજ ઉપરથી શિકાર કરે છે. તેની સૌથી તાકાત તેના પંજામાં છે શિકારને તે તેનાથી જ પકડે છે. ૧પ૦ કિલો દબાણ કરવાની ક્ષમતા તેના પંજામાં હોય છે.

ઘુવડનું એવરેજ આયુષ્ય ૩૦ વર્ષનું હોય છે. તેનો મુખ્ય ખોરાક સાપ, ખિસકોલી, ઉંદર, માછલી જેવા નાના જીવ છે. ખાસ કિસ્સામાં ઘુવડ પોતે બીજી ઘુવડનો શિકાર કરી નાંખે છે. તેના વિશે ઘણી ગેરમાન્યતાઓ સમાજ પ્રવર્તે છે. માતા લક્ષ્મીના વાહન વિશે શુભ, અશુભ બન્ને લોકવાયકા સમાજમાં જોવા મળે છે. આપણાં પુરાણોમાં રેવી દેવી ઘુવડને અપશુકનિયાળ ગણવામાં આવે છે. વાસ્તવમાં ખરેખર માનવ ચિત્ર છે. દર વર્ષે ઉંદરની એકજોડી એવરેજ એક હજાર બચ્ચાને જન્મ આપે છે. જો ઘુવડ તેનો શિકાર ન કરે તો આપણું જીવન ઉંદરથી ત્રસ્ત થઇ જાય.

ઘુવડ એકાંતવાસી અને અસામાન્ય પક્ષી છે. આ પક્ષીએ પણ ઘણી વર્તુણકો વિકસાવી લીધી જોવા મળે છે. તેમનું નિવાસસ્થાન શિકાર અને અન્ય જરુરીયાત સહેલાયથી મળે તે જગ્યાએ વિશેષ જોવા મળે છે. તેના માળા આજુબાજુ જતા બીજા પક્ષીઓ ખુબ જ ડરે છે. તે એક પ્રાચિન પક્ષી છે જે લાખો વર્ષોથી મનુષ્ય માટે શાણ પણનું પ્રતિક છે. મોટી નાનીને મઘ્યમ જાતીના ઘુવડનો ક્રમ બે પરિવારમાં વહેચાયેલો છે. જેમાં એક કોઠાર ઘુવડ અને બીજો વાસ્તવિક ઘુવડનો પરિવાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.