Abtak Media Google News

ચીનના કસ્ટમ વિભાગે દાણચોરીને ઝડપી લીધી: ૧૫ લકઝરી કાંડા ઘડિયાળ પણ બરામત

ન હોય મહિલાએ શરીરમાં ૧૦૨ આઇફોન છુપાવ્યા ! અસલમાં આ મહિલા હોંગકોંગથી ચીન સ્મગલિંગ કરીને આટલી મોટી સંખ્યામાં આઇ ફોન લાવી રહી હતી ત્યારે ઝડપાઇ ગઇ હતી.

ચીનના એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ મહિલાની વધુ તલાસી લેતાં તેની પાસે ૧૫ લકઝરી કાંડા ઘડીયાળ પણ મળી આવી હતી. ૧૦૨ આઇ ફોન અને ૧પ કાંડા ઘડીયાળનું વજન આશરે ૨૦ કિલો હતું. ૧૦૨ આઇ ફોન કિંમત આશરે ૧ લાખ અમેરીકી ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ ‚પિયા ૬૫ લાખ થાય છે.

ઝડપાયેલા ૧૦૨ આઇફોનમાં મોટાભાગના આઇ ફોન ૬ કેટેગરીના હતા દાણચોર મહિલાએ ચાર લેયર (પડ)માં ૧૦૨ આઇ ફોન અને ૧પ કાંડા ઘડીયાળ પોતાના શરીર (કમર ફરતે) સાથે બાંઘ્યા હતા. હોંગકોંગથી ચીન આઇફોન-૬ ની દાણચોરીનું કારણ તેની કિંમતમાં મોટો તફાવત છે. હોંગકોંગથી આવેલા આઇ ફોન ૬ થકી ચીનમાં ખરીદનાર અને વેચનાર બન્નેને ફાયદો થાય છે. કોઇ અકળ કારણસર આરોપીનું નામ ચીનના સત્તાધીશોએ બહાર પાડયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.