Abtak Media Google News

એવરી ડાર્ક ક્લાઉડ હેઝ સિલ્વર લાઇનિંગ

વિદેશી રોકાણકારોની વેચવાલી ઇન્સ્ટીટયૂટ માટે રોકાણની સુવર્ણતક ક્ષ શેરોની ખરીદશક્તિ વધારવા ૨૦૦ કરોડ ડોલર બજારમાં ઠાલવ્યા

વૈશ્ર્વિક શેરબજારમાં લાલચોળ મંદીના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં રોકાણની ઉતમ તક રોકાણકારોને સાંપડી છે. શેરબજારમાં બોલી ગયેલા કડાકા ભવિષ્યમાં ભારતીય અર્થતંત્રની ચાંદી હી ચાંદી કરશે તેવો રોકાણકારોનો મત છે. વર્તમાન સમયે શેરબજારમાં મંદીના માહોલમાં વિદેશી રોકાણકારો પોતાના સ્ટોક વેચી ઉચાળા ભરી રહ્યા છે ત્યારે આ માલ સસ્તા ભાવે ખરીદવાનો અવસર સ્થાનિક રોકાણકારો-મોટી ઈન્સ્ટિટયૂટને સાંપડયો છે.

દેશની મોટાભાગની ઈન્સ્ટિટયૂટ પાછળ સરકારનું પીઠબળ હોય છે. વર્તમાન સમયે આવી ઈન્સ્ટિટયૂટ દ્વારા શેરબજારમાં બહોળા પ્રમાણમાં સ્ટોક ખરીદવામાં આવે તે માટેની ગોઠવણ સરકારે કરી લીધી છે. બજારમાંથી ઉંચા ભાવે ડોલરના ભાવને અનુરૂપ સ્ટોક ખરીદનાર વિદેશી રોકાણકારો હવે મંદીમાં ખોટ ખાઈને અથવા ઓછા નફાથી સ્ટોક વેચી રહ્યા છે. આ સ્ટોક ખરીદવા માટે સ્થાનિક રોકાણકારોને ઉજળી તક મળી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં ૨૦૦ કરોડ ડોલર બજારમાં ઠાલવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પાછળ રોકાણકારોની ખરીદ શકિત વધારવાનો હેતુ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સોમવારથી ડોલરમાં ખરીદીનો માહોલ ઉભો કરવામાં આવશે. વર્તમાન માર્કેટની પરિસ્થિતિમાં ડોલરનાં પીઠબળથી બજારમાં ખરીદી થાય તે આવશ્યક બાબત છે. વિદેશી મૂડીરોકાણકારોએ ચાલુ મહિનામાં ભારતીય કેપિટલ માર્કેટમાંથી રૂા.૨૧ હજાર કરોડનો માલ વેચી નાખ્યો હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલા મોંઘા ભાવે આ માલ વિદેશી મૂડી રોકાણકારોએ ખરીદયો હતો હવે સ્થાનિક રોકાણકારોએ આ માલ ખરીદી લીધો છે. પરીણામે આગામી સમયમાં કોરોના વાયરસની ઈફેકટ ઓછી થયા બાદ જયારે માર્કેટ ઉંચુ જશે ત્યારે સ્થાનિક મુડીરોકાણકારોને ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ભારતીય શેરબજાર જયારે ફરીથી ઉપર ઉઠશે ત્યારે તકનો લાભ લઈ વિદેશી મૂડીરોકાણકારો ફરીથી રોકાણ કરવાનો પ્રયાસ કરશે. વર્તમાન સમયમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે ૪૮૭ બિલીયન ડોલરનું ફોરેકસ રીઝર્વ પડયું છે. આ રીઝર્વ થકી ભારતીય બજારમાંથી માલની ખરીદી કરવા સ્થાનિક રોકાણકારોને પ્રોત્સાહન અપાશે તેવું માનવામાં આવે છે. અહીં સ્થાનિક રોકાણકારોને નફો કેવી રીતે થશે તેનો દાખલો જોઈએ તો વર્ષો પહેલા ૧૫૦૦-૧૬૦૦ના ભાવે રિલાયન્સનાં સ્ટોક ખરીદનાર વિદેશી મુડીરોકાણકાર હવે આ સ્ટોક લગભગ ૧૦૦૦ની આજુબાજુ વેચવા તૈયાર છે. એક સમયે ડોલરનાં ભાવ ૫૦ અથવા તો ૬૦ રૂપિયાની સરેરાશે હતા હવે જયારે ભાવ ૭૪ રૂપિયાની નજીક છે ત્યારે સ્ટોક પણ સસ્તા ભાવે રોકાણકારને મળશે ઉપરાંત તે સમયે ડોલરના ભાવ અને હાલના ડોલરનાં ભાવ વચ્ચેની સરેરાશનો લાભ પણ રોકાણકારને મળશે.

નોંધનીય છે કે, કોરોના વાયરસની મહામારી હવે તો ચીનના સીમાડા વટાવીને દુનિયાભરમાં ફેલાઈ ચૂકી છે અને હેલ્થ ઇમર્જન્સીની સાથે સાથે આર્થિક ઇમરજન્સીની સાથે સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે ચીન અમેરિકા યુરોપ એશિયાની મોટી બજાર અને શેરબજારો દિવસે દિવસે ધોવાઈ રહ્યા છે ભારતમાં પણ ગઈકાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ધોવાણ થતાં એક જ દિવસમાં રોકાણકારોના નવ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા ત્યારે મુળી રોકવી ક્યાં તેના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આ વાયરસથી કરન્સીને પણ મોટો માર પડ્યો છે. બિટકોઇનની બજાર ગુરુવારે વૈશ્વિક આર્થિક ભયજનક પરિસ્થિતિને લઈને જ અસરગ્રસ્ત બની હતી સૌથી મજબૂત ગણાતી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન ગુરુવારે સવારે ૨૪ ટકા જેટલી ધોવાઈ ગઈ હતી એટલે કે છેલ્લે ૧૮%ની ખોટ સાથે ૬૫૯૦ અમેરિકન ડોલરના મૂલ્યના સાથે બજાર બંધ રહી હતી. ગુરુવારનો દિવસ બિટકોઇન માટે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટી નુકસાનીનો દિવસ બન્યો હતો બિટકોઇન છેલ્લા પાંચ દિવસમાં ૩૦ ટકા જેટલું ધોવાણ પામ્યું હતું. બિટકોઇનને રોકડો રૂપાંતર કરવાની અને ડોલર અને સોનાની જેમ વટાવવામાં રહેલી કેટલીક મુશ્કેલીઓને પગલે મૂડીવાદી લોકો બીટકોઈનમાંથી પૈસા પાછા મેળવવાનો અભિગમ અપનાવતા બિટકોઇનની કિંમતમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે બિટકોઇન છેલ્લા છ અઠવાડિયામાં અર્થતંત્રમાં ચમકવા લાગ્યું હતું બીટકોઈન એ સલામત મૂડીરોકાણ અને જોઈએ ત્યારે પૈસા છૂટા થઈ જાય તેવું ચલણ માનીને તેમાં રોકાણ કરવા તરફ વળ્યા હતા અલબત્ત કોરોના વાયરસને પગલે વૈશ્વિક ધોરણે આવેલા મંદિરના ઘોડાપૂરમાં બીટકોઈન એ પણ સૌથી વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.

વિદેશીઓના ૩૫૧૫ કરોડના વેચાણ સામે ઇન્સ્ટીટયુટે ૨૮૩૫ કરોડનો માલ ખરીદયો

છેલ્લા ૧૦ દિવસથી ભારતીય શેરબજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. આ વેચવાલીના કારણે બજારમાં વિદેશી મૂડીરોકાણકારો પોતાના શેર ટપોટપ વેચી રહ્યા છે. આંકડા મુજબ વિદેશી મુડી રોકાણકારોએ રૂા.૩૫૧૫ કરોડની ઈકવીટી થોડા દિવસોમાં જ વેચી નાખી હતી બીજી તરફ ગઈકાલે રૂા.૨૮૩૫ કરોડની ઈકવીટી સ્થાનિક રોકાણકારોએ ખરીદી હતી. વેચવાલીના માહોલ વચ્ચે સ્થાનિક રોકાણકારો પાસે મહત્વની તક સાંપડી હતી. સ્ટોક એકસચેન્જમાં કરોડો રૂપિયાનો માલ સસ્તા દરે વેચી નખાયો છે. આ માલ ખરીદવાની તક જોઈને સ્થાનિક ઈન્સ્ટિટયૂટસે રૂા.૨૮૩૫ કરોડની ખરીદી કરી હોવાનું જાણવા મળે છે.

રૂપિયાનું ૭૪ને પાર થવું તે ભારતીય અર્થતંત્ર માટે સારા સંજોગો

ડોલર સામે રૂપિયો ૭૪.૫૦ની સપાટી નજીક પહોંચતા ફોરેકસ ટ્રેડર્સ મુંઝવણમાં મુકાયા હતા જોકે રૂપિયાનું ૭૪ને પાર થવું તે ભારતીય અર્થતંત્ર માટે સારી નિશાની હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટે મોટાભાગે ડોલરનો ઉપયોગ થતો હોય છે આવી સ્થિતિએ રૂપિયો ગગડી જતા ખરીદ-વેચાણમાં બંને કરન્સી વચ્ચે રહેલી અસમાનતા રોકાણકારોને ફાયદો પહોંચાડે છે. ડોમેસ્ટીક ઈકવીટી અને વિદેશી રોકાણનાં આઉટફલોનાં કારણે રૂપિયાની પ્રારંભિક સપાટી ભવિષ્યમાં રોકાણકારો માટે મહત્વની સાબિત થશે.

5.Friday 1

શેરબજારમાં લોઅર સર્કિટ બાદ જબ્બર રિક્વરી

શેરબજારમાં કોરોના ઈફેક્ટનો ઝટકો આજે પણ જારી રહ્યો હતો. શુક્રવારે સતત બીજા સેસનમાં સેન્સેક્સ ૩૫૦૦ પોઈન્ટ્સ ગુમાવીને ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ રિકવર થયું હતું. આજે સવારે પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ વધુ ગગડ્યો હતો. સવારથી જ શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી બજારમાં સોપો પડી ગયો હતો. ટ્રાવેલ પર પ્રતિબંધ, યસ બેન્ક સંકટ, ક્રૂડના ભાવમાં ઘટાડો વગેરે પરિબળોને કારણે બજાર મંદીવાળાઓની પકડમાં આવી ગયું હતું. શુક્રવારે સવારે  વાગ્યે ઇજઊ બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૦૯૯ પોઈન્ટ્સ અથવા ૯.૪૬ ટકા ગગડીને ૨૯,૬૭૮.૨૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૯૯૬.૧૦ પોઈન્ટ્સ અથવા ૧૦.૦૭ ટકાના તોતિંગ ઘટાડા સાથે ૮,૬૨૪.૦૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ત્યાર બાદ બજાર રિકવર થવા લાગ્યું હતું અને સેન્સેક્સ ૩૨૦૧૯ સુધી પહોંચ્યો હતો. શેરબજારમાં સવારથી જ ગભરાટભરી વેચવાલી થતાં હાહાકાર મચી ગયો હતો. માર્કેટમાં લોઅર સર્કિટના પગલે ૪૫ મિનિટ સુધી ટ્રેડિંગ બંધ રખાયું હતું. આજે સવારે ઈંઝ, મેટલ, ટેકનો, એનર્જી, ઓટો, પાવર, રિયલ્ટી, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે લોઅર સર્કિટ લાગ્યા બાદ રિક્વરી જોવા મળી હતી. એક તબક્કે સેન્સેક્સમાં ૫૦૦ પોઇન્ટ જેટલો ઉછાળો પણ જોવા મળ્યો હતો.

૪૮૭૦૦ કરોડથી વધુનું વિદેશી હુંડીયામણ ભારતીય અર્થતંત્રને મજબૂતાઇ બક્ષશે

વર્તમાન સમયે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે ૪૮૭.૨૪ બિલીયન ડોલર એટલે કે અંદાજીત રૂા.૪૮,૭૦૦ કરોડથી વધુનું વિદેશી હુંડિયામણ છે. આ ફોરેકસ રીઝર્વનાં

માધ્યમથી ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં ભારતના બજારને સ્થિર રાખવાની ક્ષમતા રીઝર્વ બેંક પાસે

છે. અલબત તાજેતરમાં કોરોના વાયરસનાં ખોફના પગલે વૈશ્ર્વિક બજારમાં આવેલી ઉંધી સર્કિટનાં કારણે બજારની સ્થિતિ ડામાડોળ છે. આ ડામાડોળ સ્થિતિમાં રોકાણકારોને લાભ મળે તે માટેની ગોઠવણ સરકાર દ્વારા થઈ હોવાનું જાણવા મળે છે.

વિશ્ર્વભરના શેરબજારમાં ગભરાટની વેચવાલી વચ્ચે ભારતીય શેરબજાર માટે ઉજળા સંકેતો

અમેરિકાના સ્ટોક ઈન્ડેકસીસમાં આજે વેચવાલીનું વાવાઝોડુ આવતા ૭ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો પરિણામે ૧૫ મિનિટ સુધી અમેરિકાના ડાઉઝોન્સને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ પણ બજારમાં મંદી જોવા મળી હતી. એસએન્ડપી૫૦૦ ૮ ટકા એટલે કે ૨૨૩ પોઈન્ટ તુટી ગયું હતું. નાસડેક પણ ૬૩૫ પોઈન્ટ ડાઉન જોવા મળ્યું હતું. ઈન્ટ્રા-ડેમાં આવેલા ઘટાડાથી ગભરાહટનો માહોલ ઉભો થયો હતો. આજે આ ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. જોકે ઘટાડામાં રોકાણકારો માટે ખરીદદારીના ઉજળા સંજોગો ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.