Abtak Media Google News

ન્યુ ઈન્ડિયામાં લોકોને તમામ સમસ્યાઓથી છુટકારો અપાવવાની નેમ

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિનો ભારે વધારો થયો છે. તો બીજી તરફ નકસલવાદ પણ માથું ઉંચકી રહ્યો છે. તેવામાં સરકારે હવે આતંકવાદી પ્રવૃતિ અને નકસલવાદને નાથવા માટે એકશન પ્લાન ઘડી કાઢયો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે દાવો કર્યો છે કે, ૨૦૨૨ સુધીમાં આતંકવાદ અને નકસલવાદને ભારતમાંથી નષ્ટ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પણ સંપૂર્ણ રીતે સીલ કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. બિલ્ડીંગ ન્યુ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે કાશ્મીરની સમસ્યા, આતંકવાદ અને નકસલવાદ બાબતે મહત્વપૂર્ણ વાત કરી હતી અને નવા ભારતમાં આ તમામ સમસ્યા હશે નહીં તેવું જણાવ્યું હતું.

વધુમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, નવા ભારતમાં લોકોને મોટાભાગની સમસ્યાઓથી છૂટકારો મળી જશે. જેમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, નકસલવાદ સહિતના તમામ પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે. સરકાર આ તમામ પ્રશ્ર્નોને નાથવા માટે પુરતા પ્રયાસો પણ કરી રહી છે જેની ટૂંક સમયમાં અસર જોવા મળશે. અત્યારે કાશ્મીર અને આતંકવાદની સમસ્યા મહત્વની છે. કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિ થઈ રહી છે તો બીજી તરફ નકસલવાદને પણ ડામવો જ‚રી બન્યો છે. તેવામાં સરકારે હવે આ તમામ પ્રશ્ર્નોને નાથવા માટે એકશન પ્લાન ઘડી કાઢયો છે જેના ઉપર તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર કરવા માટે પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી રહી છે અને તેની ટૂંક સમયમાં અસર પણ જોવા મળશે. ગૃહમંત્રી રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૮માં ભારત-બાંગ્લાદેશની સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.