Abtak Media Google News

વરસાદ પહેલા સમારકામ કરવા સરપંચ નારણભાઇ આહિરની માંગ

ઉપલેટાથી સાત કી.મી. દુર મોજ નદીના કાંઠે ગઢાળા ગામ આવેલ છે. ગઢાળા ગાના સરપંચ નારણભાઇ આહિરે જણાવેલ છે કે ગઢાળા ગામ સુધી પહોચવા માટે લોકોને નદી ઉપર બનાવવામાં આવેલ કોઝવે પરથી પસાર થવું પડે છે. અને આ કોઝવે ગત વર્ષે નદીમાં પુર આવવાથી ડેમેજ થઇ ગયા બાદ આજ દિન સુધી રીપેર કરવામાં આવેલ નથી.આ અંગે પુલ ડેમેઝ થયાને આજે એક વર્ષ જેવો ખાસ્સો સમય વિત્યા બાદ ફરીથી ચોમાસાની સીઝન શરુ થઇ રહી છે. અને મોજ ડેમ ઓવરફલો થાય કે તેમાંથી પાણી છોડવામાં આવે તો નદીમાં કાયમી માટે પુર જેવી સ્થીતી રહે છે. પુરના કારણે દર વર્ષે રસ્તો ડેમેજ થઇ જાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ લોકો પોતાના વાહનો લઇ આ કોઝવે ઉપરથી પસાર થતા હોય ત્યારે અવાર-નવાર અકસ્માત થવાનો પણ ભય રહે છે જેથી સરપંચ નારણભાઇ આહિરે ફરીથી ઉપરોકત કોઝવેને ચોમાસા પહેલા સીમેન્ટ (આર.સી.સી.) થી રીપેરીંગ કામ કરાવી ઘટતું કરવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.