Abtak Media Google News

વિતરણ કેન્દ્ર માટે મંડપ ગાળાનો પણ કોઇ ચાર્જ વસુલાશે નહીં

હાલ ઉનાળાની સીઝનમાં ચાલી રહેલા હીટ વેવના માહોલ સામે લોકોને રક્ષણ આપવાના હેતુથી જે કોઈ સંસ્થા કે નગરજનો રોડની સાઈડમાં નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર ખોલવા માંગતા હોય તો તેમણે રાજકોટ મહાનગરપાલિકાને કોઈ ચાર્જ ચુકવવાનો રહેતો નથી, તેમજ મહાનગરપાલિકાની પરવાનગી મેળવવાની પણ આવશ્યકતા નથી. સંસ્થાઓ કે સંબંધિત નાગરિકોએ આ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરતા પહેલા મહાનગરપાલિકાને માત્ર જાણ કરવાની રહેશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.

વધુમાં કમિશનરએ જણાવેલું કે, હાલ રાજકોટ શહેરમાં હીટ વેવનો માહોલ વધુ જોવા મળે છે. આવા માહોલમાં જો કોઈ સંસ્થા કે નગરજનો નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર કરવા માંગતા હોય તો તેમણે હાલ માટે રાજકોટ મહાનગરપાલિકાની પરવાનગી મેળવવી જરૂરી નથી, પરંતુ કેન્દ્ર ચાલુ કર્યા પહેલા રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરવા માટે જરૂરી મંડપના ગાળાનો કોઈ ચાર્જ વસુલવામાં આવશે નથી અને કોઈ મંજુરીની પણ જરૂર રહેતી નથી, પરંતુ મંડપ રોડની સાઈડમાં ટ્રાફિકને અડચણ રૂપ ન થાય તે રીતે રાખવાનો રહેશે. શહેરમાં કોઈ પણ જગ્યાએ છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરી શકે છે, તેમ મ્યુનિ. કમિશનરે જણાવેલ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.