Abtak Media Google News

કાશ્મીરમાં સુરક્ષા અને જનજીવન પ્રશ્ર્નો સંસદમાં ઉઠ્યા

રાજ્યસભામાં બુધવારે વિપક્ષમાં જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી અંગે મુદ્દો ઉઠાવાયો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૫ ઓગસ્ટ પછી એક પણ વ્યક્તિનું મોત પોલીસની ગોળીથી થયું નથી. જ્યાં સુધી ઈન્ટરનેટની વાત છે, તો આ અંગે પહેલા પણ પ્રતિબંધ લગાવાયેલો છે. જ્યારે અમે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવીશું, તો તે નિર્ણય જમ્મુ કાશ્મીરના અધિકારીઓને પુછીને લેવાશે.

કાશ્મીર ઘાટીમાં જનજીવન સામાન્ય ક્યારે થશે તે અંગે સવાલ પૂછાતા શાહે કહ્યું હતું કે અત્યારે ત્યા સ્થિતિ સામાન્ય જ છે. હું અહીં વિસ્તારથી કહેવા માંગુ છું કે પાંચ ઓગસ્ટ પછી એકપણ વ્યક્તિનું પોલીસ ફાયરિંગથી મોત થયું નથી. બધા આશંકા વ્યક્ત કરતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે, પણ મને કહેતા આનંદ થાય છે કે એકપણ નાગરિકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું નથી. પથ્થરમારાની ઘટનામાં ગત વર્ષની સરખામણીએ ઘટી છે. ગત વર્ષે ૮૧૦ પથ્થરમારાની ઘટના બની હતી. આ વર્ષે ૫૪૪ બની છે. તમામ ૨૦૪૦૦ સ્કૂલ ખૂલી છે. પરીક્ષા પણ તેના કાર્યક્રમ મુજબ આપવામાં આવી રહી છે. ૧૦-૧૨માં ૯૯.૭% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તમામ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્ર ખુલા છે. ૨૨.૫૮ લાખ મેટ્રિક ટન સફરજનના ઉત્પાદનની સંભાવના છે. તેમાથી મોટાભાગના સફરજન બહાર જઈ ચૂક્યા છે. કાશ્મીરમાં ૫૯ લાખ મોબાઈલ ચાલું છે. બધા અખબારો અને ટીવી ચેનલ ચાલું છે. બેંકિંગ સુવિધા ચાલું છે. ઘાટીમાં બધી દુકાનો ખુલી છે. સરકારી ઓફિસો-કોર્ટ પણ ચાલું છે. હાઈકોર્ટમાં ૩૬૧૯૨ કેસ આવ્યા છે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રર અંગેના સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એનસીઆરમાં ધર્મના આધારે ભેદભાવ કરવાની વાત નથી. શાહે વધુમાં કહ્યું કે, એનસીઆરની પ્રક્રિયામાં જ્યારે આખા દેશમાં હશે તો આસામમાં એનસીઆરની પ્રક્રિયા ફરીથી કરાવવામાં આવશે. કોઈ પણ ધર્મના લોકોએ ડરવાની જરૂર નથી. તમામ લોકોએ એનસીઆરની અંદર સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.