Abtak Media Google News

હવે ચંદ્ર ઉપર પણ ઉપર પણ 4G નેટવર્ક ઉપલબ્ધ થશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી ‘ નાસા ‘ એ ચંદ્ર પર 4G નેટવર્ક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નોકિયા કંપનીને સોંપી છે. નોકિયા કંપની ચંદ્રની સપાટી પર 4G નેટવર્ક સ્થાપિત કરશે. અગાઉ પણ નોકિયા આ અંગે પ્રયત્ન કરી ચુકી છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘ નાસા’ ( NASA) એ ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત કરવાનો કોન્ટ્રાકટ ‘ નોકિયા ‘ને આપ્યો છે. નોકિયા પહેલા ચંદ્ર પર 4G /LTE નેટવર્ક સ્થાપિને ત્યારબાદ તેને 5G માં પરિવર્તન કરશે. નાસા તરફથી નોકિયાને કામ શરૂ કરવા માટે USD 14.1 મિલિયનનું ફંડ પાશે.

નાસાએ પોતાની જાહેરાતમાં એમ પણ જણાવ્યું હતું કે આ 4G સિસ્ટમથી દુરની કોમ્યુનિકેશન વધુ ઝડપી અને સ્પષ્ટ કરવામાં મદદરૂપ નીવડશે.

14 કંપનીઓની પસંદગી

નાસાએ પોતાના મુન મિશન માટે નોકિયા સહિત કુલ 14 અમેરિકી કંપનીઓની પસંદગી કરી છે. આ મિશન માટે કુલ USD 370 મિલિયનનો ફંડ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકન અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ટેક્નોલોજીની એક શૃંખલા વિકસિત કરવાનું છે.

2028 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓને કામ કરતાં જોવાની નાસાનું ઈચ્છા

નાસા દ્વારા પસંદ પામેલી કંપનીઓમાં સ્પેસએક્સ , લોકહીડ માર્ટિન , નોકિયા , સીએરા , નોવાદા , એસ એસ એલ , રોબોટીક્સ અને યુનાઇટેડ લોન્ચ અલયન્સ પણ સામેલ છે. યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલનની માહિતી મુજબ નાસાના પ્રશાસક જિમ બ્રિડેન સ્ટાઈને એક લાઇવ પ્રસારણમાં જણાવ્યું હતું કે 2028 સુધીમાં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર કામ કરતા જોવા માટે પોતાના લક્ષ્યને પૂરો કરવા માંગે છે.જેના માટે ઝડપી અને નવી ટેક્નોલોજી વિકસાવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે એવા પાવર સિસ્ટમની જરૂર છે જે ચંદ્રની સપાટી પર લાંબા સમય સુધી ટકી શકે અને ચંદ્ર પર પ્રવસની ક્ષમતા પણ વધે.

નોકિયાએ ટ્વીટ કરી કોન્ટ્રાકટ મળવાની ખુશી વ્યકત કરી

નોકિયાના રિસર્ચ આર્મ બોલ લૈબ્સએ ટ્વીટર પર નાસા દ્વારા કોન્ટ્રાકટ મળવાની ખુશી જાહેર કરતા જણાવ્યું હતું કે ચંદ્રમા ઉપર ટેક્નોલોજીના ઝડપી વિકાસ માટેની ભાગીદારીના રૂપમાં નાસા દ્વારા પસંદગી પામતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. નાસાના આ પ્રયાસથી ચંદ્રની સપાટી પર માનવીની સ્થાયી ઉપસ્થિતિની દિશામાં વિકાસના માર્ગ ખુલશે. અત્રે ઉલ્લેખનીય છે કે નોકિયા દ્વારા અગાઉ પણ 2018માં ચંદ્ર પર LTE નેટવર્ક લોન્ચ કરવાનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.