Abtak Media Google News

વીવીપી એન્જિનિયરીંગ કોલેજ દ્વારા ગ્રંથાલય સપ્તાહની ભવ્ય ઉજવણી

વીવીપી એન્જીનીયરીંગ કોલેજ લાઈબ્રેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની જ્ઞાનસભર ઉજવણી કરવામાં આવી. આધુનિક સમયની માંગ મુજબ વિદ્યાર્થીઓનાં સર્વાંગીણ વિકાસ માટે જરૂરી એવી તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજજ એવી વીવીપી લાઈબ્રેરી ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની વાંચનવૃત્તિ વધે તેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. જે પૈકી આયોજીત પુસ્તક પુજન તથા પ્રદર્શનના કાર્યક્રમની શરૂઆત મહેમાન દ્વારા મા સરસ્વતી સામે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ મહેમાન તથા સૌ વિભાગીય વડા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક પૂજન કરી પુસ્તક પ્રત્યે અહોભાવ વ્યકત કરવામાં આવેલ મુખ્ય મહેમાન તરીકે પધારેલ રાજકોટની પ્રખ્યાત સ્કુલ તપસ્વી સ્કુલના સંચાલક અમિશભાઈ દેસાઈએ જણાવેલ હતુ કે આ પ્રકારનાં કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીજગતમાં વાંચન પ્રત્યેની જાગૃતિ લાવવાનો અભિગમ ધન્યવાદને પાત્ર છે. તેમણે જણાવ્યું હતુ કે વાંચનની સાથોસાથ વિચાર પણ કરવામાં આવે તો કરેલ વાંચન સાર્થક થતું હોય છે. વધુમાં તેમણે જણાવેલ કે જે બાળકનાં હાથમાં પુસ્તક હોય તે બાળકના ભવિષ્ય વિશે કુટુંબ કે દેશે ચિંતા કરવાની જરૂર નથી.

પુસ્તક પ્રદર્શનમાં રહેલ અનેકવિધ વિષયોના સંસ્કારલક્ષીક પુસ્તકોનો સમૃધ્ધ ખજાનો તથા અધતન લાઈબ્રેરી જોઈ મહેમાન ખૂબ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમની પૂર્વભૂમિકા આપતા ગ્રંથપાલ ડો. તેજસભાઈ શાહે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિતે લોકો વધુને વધુ વાંચનવૃત્તિ તરફ આગળ વધે તે હેતુથી વીવીપી લાઈબ્રેરી દ્વારા પુસ્તક પૂજન, પુસ્તક પ્રદર્શન, તરતો વાંચન વિચાર કે જેમાં વાંચન વિચારને ડીજીટલ સ્વરૂપ આપી સોસીશયલ મિડીયા દ્વારા વાંચન વિચાર વધુ લોકો સુધી પહોચતો કરવામાં આવેલ. વિશેષમાં વાંચનવૃત્તિ વધારવાના એક નવતર વિચાર સ્વરૂપ રાજકોટની આનંદનગર ખાતે આવેલ નામાંકિત શુભમ સ્કુલે જઈ ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીકાળથી જ તેઓમાં વાંચનવૃત્તિ વધે તે માટે ગ્રંથપાલ ડો. તેજસ શાહ દ્વારા ઈન્ટરેકટીવ સેમીનાર આપી સુંદર વાંચનલક્ષી આયોજન કરવામાં આવ્યુંં હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન બકુલભાઈ રાજગોર દ્વારા કરાયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.