Abtak Media Google News

મિલકતના ટાઇટલ હક્ક અને કબ્જા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો મહત્વનો ચુકાદો

મિલકતની ભાગ બટાઇમાં કૌટુંબીક રીતે સમજુતિ થઇ વેચણી કરવામાં આવી હોય ત્યારે તે મિલકતની નોંધણી કરવી જરૂરી નથી તેવો સુપ્રીમ કોર્ટના મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની સાથે વર્ષોથી અટવાયેલા લાખો કેસને અસર થાય તેમ છે. વર્ષો પહેલાં પારિવારીક રીતે લેવાયેલા નિર્ણય અંગે વિવાદ થાય ત્યારે કુટુંબીક રીતે થયેલા સમાધાન અને કબ્જા અંગે તકરાર થતી હોય ત્યારે કોર્ટમાં દાદ માગવામાં આવે છે. આવા જ એક કેસનું સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરી જણાવ્યું છે કે, કુટુંબીક સમાધાનમાં થયેલી સમજુતિને રજીસ્ટર કરવું જરૂરી નથી અને તે માટે પક્ષકારો બંધન કરતા પણ ન હોવાનું ઠરાવ્યું છે.

કુંટુબીક રીતે થયેલી સમજુતિ અંગેની મિલકતમાં પારિવારીક રીતે થયેલા વિવાદને કોર્ટમાં લઇ જવામાં આવ્યો ત્યારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ અંગે થયેલા દાવામાં ઠરાવ્યું હતું કે, ૧૯૭૦માં થયેલી સમજુતિ ખરેખર યોગ્ય છે કે કેમ તે અંગે વિસ્તૃત દલિલ કરી હતી ત્યારે કોર્ટ દ્વારા આ હુકમને બાજુમાં રાખી જણાવ્યુ હતું કે, દસ્તાવેજ જે પ્રથમ વખત સ્થાવર મિલકતમાં જેઓની તરફેણમાં હકક બનાવ્યો છે જેમાં કાયદાના આદેશ હોવાના કારણે તેને નોંધણીની જરૂરીયાત રહેતી નથી.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં થયેલી પ્રથમ અપીલના ચુકાદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના વડા ન્યાયધિશ એ.એમ.ખાનવીલકર અને દિનેશ મહેશ્ર્વરી સમક્ષ સુનાવણી નીકળી હતી બંને જસ્ટીશ દ્વારા આ અંગે નિરિક્ષણ કરી પ્રથમ અપીલ કોર્ટમાં થયેલી ત્યારના તથ્ય પાસાઓ સાથે હાઇકોર્ટમાં કાર્યવાહી કરી નથી કે તે કારણોસર દસ્તાવેજ માત્ર કુટુંબનું સસ્મરણ હતુ? પતાવટ અને કુટુંબના સભ્યોની શરતો અને હિત ધરાવતા દસ્તાવેજ નહી. કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, હાઇકોર્ટ આ તથ્યના કારણો પર શંકા વ્યક્ત કરી નથી કે, પક્ષકારો વચ્ચે માત્ર પારિવારીક વ્યવસ્થા ન હતી પરંતુ તેમના દ્વારા કોઇ પણ અપવાદ વિના કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમજુતિ જુની હોવાના કારણે નોંધણી કરવી જરૂરી ન ગણાવવામાં આવી છે. પરંતુ વાસ્તવીક તકરાર પારિવારીક ભાઇઓ વચ્ચે થયેલા સમાધાન અંગે કરવામાં આવેલી વાદી દ્વારા કરાયેલા દાવાને રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ઉપરોકત કારણોસર વિપક્ષી કબ્જા બાદ હુકમનામું આપવા માટે ફરિયાદી દ્વારા લેવામાં આવતી વૈકલ્પિક અરજી આપવાની જરૂર નથી અને નોંધનીય છે કે આ કેસનો જવાબ આપવા માટે અગાઉ ત્રણ ન્યાયધિશ બેન્ચે જવાબ આપ્યો હતો કે શું પ્રતિકુળ કબ્જો હોવાના કારણે મિલકતના ટાઇટલનો દાવો કરનાર વ્યક્તિ ટાઇટલની ઘોષણા માટે કાયમી ધોરણે કલમ ૬૫ હેઠળ દાવો કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.