Abtak Media Google News

દવા નિકાસ ઉદ્યોગનું વધુ સરળ બનાવવા સરકારનો પ્રયાસ

વેપારને સરળ બનાવવા માટે કેન્દ્રીય દવા નિયંત્રણ ફાર્મા કંપનીઓના નિયંત્રણ માટે ફરજીયાત એનઓસીનો ઓબ્જેકશન સર્ટીફીકેટને મરજીયાત કરી દીધું છે.

આ પૂર્વ લાયસન્સ ધરાવતા દવાના મેન્યુફેકચરો અને યુરોપમાં જ દવાની નિકાસ કરી શકતા હતા જેમને હવે સંપૂર્ણપણે રાહત થઇ ચુકી છે. સીડીએસસીઓની નોટીસ પ્રમાણે જો દવાના મેન્યુફેકચરો શીપીંગ બીલમાં લાયસન્સની કોપી દર્શાવે છે તો તેમણે એનઓસી આપવાની જરુરત નથી.

ડ્રગ્સ એકસ્પોર્ટના વેપારને વધુ સરળ બનાવવા માટે નિકાસના નિયમો હળવા કરાયા છે. જેના ભાગરુપે, દવા, મેડીકલ સુવિધા અને કોસ્મેટિકના નિકાસ માટે સહેલાઇ કરી દેવાઇ છે.

તમામ ભાગીદારોએ રેગ્યુલારીટીની આવશ્યકતા અને આયાત-નિકાસના નિયમો પ્રમાણે અને કંપનીઓની દેશની જરુરીયાત પ્રમાણે જ વર્તવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.