Abtak Media Google News

આઈપીએલ ૨૦૨૦માં હાથ ધરાશે નવતર પ્રયોગ

વિશ્ર્વભરમાં ક્રિકેટે પોતાની આગવી છબી ઉભી કરી છે ત્યારે વન-ડે, ટેસ્ટ અને ટી-૨૦માં પણ જયારથી આઈપીએલ આવ્યું છે ત્યારથી ક્રિકેટ સીઝન સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. આ ટ્રકે બીસીસીઆઈએ પણ આવનારા આઈપીએલ એટલે કે ૨૦૨૦નાં આઈપીએલમાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેની મંજુરી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં ટીમ પ્લેયીંગ ઈલેવનનાં જ નામ જાહેર કરતી હોય છે પરંતુ હવે પ્લેયીંગ ફીફટીનનાં નામ જાહેર કરવામાં આવશે જેમાંથી કોઈપણ એક ગેમ ચેઈન્જર તરીકે મહત્વની ભૂમિકા ભજવશે. બીસીસીઆઈનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ નવતર પ્રયોગ આગામી મુસ્તાક અલી ટ્રોફીમાં અમલી બનાવાશે.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ નવા વિચારને મંજૂરી મળી ગઈ છે પરંતુ મંગળવારે મુંબઈમાં બીસીસીઆઈના હેડક્વાર્ટરમાં યોજાનારી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેના વિશે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે એવો વિચાર કર્યો છે કે ટીમે પ્લેઈંગ ઈલેવન (જે ૧૧ ખેલાડી મેચમાં રમવાના હોય તે) જાહેર કરવાની જરૂર નહીં રહે. તેમણે ૧૫ ખેલાડીઓની જાહેરાત કરવાની રહેશે અને ટીમ મેચમાં કોઈ પણ સમયે વિકેટ પડે ત્યારે કે પછી ઓવરના અંતે સબસ્ટિટ્યુટ મેદાનમાં ઉતારી શકે છે. અમે આ નિયમને આઈપીએલમાં લાવવા ઈચ્છીએ છીએ પરંતુ તે અગાઉ અમે તેને મુશ્તાક અલી ટ્રોફીમાં ઉપયોગમાં લઈશું.

આ વિચાર કેવી રીતે ક્રિકેટને બદલી નાંખશે તે સમજાવતા તેમણે કહ્યું હતું કે આ નવો નિયમ મેચની પરિસ્થિતિ બદલી નાંખવા માટે સક્ષમ છે અને તેનાથી બંને ટીમોએ આઉટ ઓફ બોક્સ વિચારવું પડશે અને પ્રશંસકોનો રોમાંચ પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું હતું કે તમે વિચાર કરી શકો છો કે અંતિમ છ બોલમાં તમારે છ રનની જરૂર છે અને આન્દ્રે રસેલ ડગ-આઉટમાં બેઠો છે કેમ કે તે સંપૂર્ણ પણે ફિટ નથી અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ નથી. પરંતુ આ નિયમથી તમે તેને મેદાનમાં ઉતારી શકો છો અને મેચની બાજી પલટાઈ શકે છે. તેવી જ રીતે તમારે અંતિમ ઓવરમાં છ રન બચાવવાની જરૂર છે અને જસપ્રિત બુમરાહ જેવો બોલર ડગ આઉટમાં બેઠો છે. તો પછી સુકાની શું કરશે? ૧૯મી ઓવરના અંતે તે બુમરાહને બોલિંગમાં બોલવાશે અને ત્યાંથી મેચ રોમાંચક બનશે. તેથી આ વિચાર ઘણો જ રોમાંચક લાગે છે અને ખરા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

આ કોનસેપ્ટ અનુસાર દરેક ટીમ મેચની પરિસ્થિતિ પ્રમાણે વિકેટ પડે ત્યારે અથવા કોઈ ઓવર સમાપ્ત થાય ત્યારે સબસ્ટિટ્યુટ પ્લેયરને લાવી શકશે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે, કોનસેપ્ટને અત્યારે મંજૂરી મળી ગઈ છે, મંગળવારે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં તે અંગે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવશે. તે અધિકારીએ વધુ ઉમેરતા કહ્યું કે, અમે ટી-૨૦માં એવું જોવા માગીએ છીએ કે ટીમો પ્લેઈંગ ૧૧ની જગ્યાએ ૧૫ ખેલાડીઓ જાહેર કરે. વિકેટ પડે ત્યારે અથવા ઓવર સમાપ્ત થાય ત્યારે સબસ્ટિટ્યુટ પ્લેયર મેદાનમાં આવીને બાજી પલ્ટી નાખે. અમે ઈંઙક પહેલા મુસ્તાક અલી ટ્રોફીમાં આ કોનસેપ્ટને અમલમાં મુકવાનો વિચાર કરી રહ્યા છીએ. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, ૬ બોલમાં ૨૦ રનની જરૂર છે અને આન્દ્રે રસેલ ડગઆઉટમાં બેઠો છે કારણકે તે ૧૦૦% ફિટ ન હતો. તેથી પ્લેઈંગ ૧૧નો ભાગ નહોતો. પરંતુ આ કોનસેપ્ટને અમલમાં મુક્યા પછી તે ૧ ઓવર માટે રમવા આવી શકે છે અને હારેલી મેચ જીતાડી શકે છે. તે રીતે જ ૬ રન ડિફેન્ડ કરવાં હોય તો જસપ્રીત બુમરાહ આવીને મેચ જીતાડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.