Abtak Media Google News

ક્રાઈમ ફ્રી રાજકોટ, સલામત રાજકોટ!

ગઈકાલે તા.૧૬ સપ્ટે.ના રોજ ગુજરાતભરમાં નવા મોટર વ્હીકલ એકટ મુજબની નવી જોગવાઈ મુજબ ટ્રાફીક શાખા અને પોલીસ દ્વારા દંડની વસુલાત કરવાની શરૂઆત કરવામાં આવતા દિવસભર પોલીસે વાહન ચેકીંગની કામગીરી શરૂ કરતા પોલીસે દારૂ પછી ટ્રાફીક ઓફેન્ડર સિવાઈના કોઈ ગુના રાજકોટમાં નોંધાયા નહિ જેથી એકદિવસ માટે ક્રાઈમ ફ્રી રાજકોટ, સલામત રાજકોટ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Img 9061

ગઈકાલે ટ્રાફીક પોલીસ તથા શહેરનાં તમામ પોલીસ મથકની પોલીસ દ્વારા શહેરના ખૂણે ખૂણે અને ચોકે ચોકે વાહન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ગઈકાલે ૫૧૧ કેસો કરવામાં આવ્યા હતા. ટ્રાફીક શાખા દ્વારા રૂ.૨૧૯૨૦૦નોદંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય પોલીસની કામગીરીમા કુલ ૮૩૪ ઈ ચલણ બનાવવામા આવ્યા હતા. અને ઈ ચલણના રૂ.૧૫૮૩૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાથી તેઓની જેટ પ્લસ સિકયુરીટી માટે ગુજરાતભરમાંથી પીઆઈ પીએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફને બોલાવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતીજેના પગલે રાજકોટમાં વડાપ્રધાનના બંદોબસ્તમાં સ્ટાફ ગયો હોવાથી સ્ટાફની અછત હતી તેની સાથે સાથે ગઈકાલે નવા મોટર વ્હીકલ એકટ મુજબ કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ગઈકાલે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા દારૂ પછી ટ્રાફીક ઓફેન્ડર સિવાઈના કોઈ ગુના નોંધાયા ન હતા. જેથી એક દિવસ માટે રાજકોટ શહેર ક્રાઈમ ફ્રી રાજકોટ અને સલામત રાજકોટ હોય તેવું લાગી રહ્યું હતું.

Img 9063

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.