Abtak Media Google News

મોબાઈલ ઈન્ટરનેટનાં વપરાશમાં આસામમાં ૧૩ ટકા, હિમાચલ પ્રદેશમાં ૧૪ ટકા અને પશ્ર્ચિમ બંગાળમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો

કોરોનાનાં પગલે દેશભરમાં જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં સૌથી મોટો ઉદભવિત થતો પ્રશ્ર્ન એ જોવા મળ્યો છે કે, આ સમયગાળા દરમિયાન મોબાઈલમાં ઈન્ટરનેટનાં વપરાશમાં ૧૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ ઈન્ટરનેટનાં વપરાશમાં જે ઘટાડો થયો છે તેનાથી લોકો ઘણી ખરી રીતે અસરગ્રસ્ત થયા હોય તેવું પણ લાગે છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં મોબાઈલ ઈન્ટરનેટનાં વપરાશમાં ૩ ટકાનો નહિવત વધારો જોવા મળ્યો છે જયાં નાના ટેલિકોમ સર્કલોમાં મોબાઈલ ઈન્ટરનેટનો વપરાશમાં ૧૫ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે. દિલ્હી જેવા મહાનગરોમાં મોબાઈલ ડેટાનાં વપરાશમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો જોવા મળે છે. જયારે દિલ્હીનાં અન્ય વિસ્તારોમાં આજ આંકડો ૩ ટકાએ પહોંચ્યો છે.

મોબાઈલ ઓપરેટરો દ્વારા જે રીતે વિડીયો સ્ટ્રીમીંગ માટે એચડી કવોલીટી આપવામાં આવે છે ત્યારે હવે તેને એસડીમાં રૂપાંતરીત કરવા છતાં લોકો દ્વારા ઈન્ટરનેટ વપરાશમાં અનેકગણો વધારો જોવામાં આવ્યો છે. જયારે મોબાઈલ ડેટા ક્ધઝમશનમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે પરંતુ આજ આંકડાને ગત વર્ષ સાથે સરખાવવામાં આવે તો તેમાં સદંતર ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હોય તેમ સેલ્યુલર ઓપરેટર એસોસીએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લોકોને જરૂરીયાત મુજબની નેટવર્ક નીડ, સ્પેકટ્રમ સહિતની ચીજવસ્તુઓ માટે આગળ આવવાનું પણ જણાવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા દિલ્હી, મુંબઈ અને કલકતામાં ૩ ટકા, ૪ ટકા અને ૬ ટકા જેટલી માંગમાં વધારો થયો છે તેવું પણ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ કોરોનાનાં કારણે જે રીતે હિજરત કરતા લોકો પોતાના વતન પરત ફર્યા છે ત્યારે મેટ્રો શહેરોમાં મોબાઈલ ડેટાની ડિમાન્ડમાં અનેકગણો ઘટાડો પણ થયો હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ ઈન્ટરનેટનાં વપરાશમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો તો જોવા મળ્યો છે ત્યારે વ્યકિતગત આસામ, હિમાચલ પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં ૧૩ ટકા, ૧૪ ટકા અને ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ એવા વિસ્તારો છે કે જયાં નેટવર્ક કેપેસીટી નહીં પરંતુ નેટવર્ક કવરેજને ઘણીખરી અસર પહોંચી છે ત્યારે આજના સમયમાં આસામ, હિમાચલ અને પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયોમાં મોબાઈલ ઈન્ટરનેટનો વપરાશ અનેકગણો વધુ હોવાનું સામે આવ્યું છે. જયારે મેટ્રો વિસ્તારોમાં નેટવર્ક કેપેસીટીને લઈ ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.