Abtak Media Google News

કોરોના બાદ વેપાર ધંધાનો સમય આવ્યો ત્યારે જ કનડગત કેમ?

વેપારીઓ મુકત મને વ્યાપાર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવો: રાજકોટ ચેમ્બર

ચેકીંગ થાય એ બરાબર પણ  વેપારીઓને કનડગત કરવાનું બંધ કરો: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીક પ્રમુખ વી.પી. વૈષ્ણવની મ્યુ. તંત્રને રજૂઆત

આખુ વર્ષ બેઠી રહેલા મ્યુ. તંત્રે દિવાળીને આઠે હવે બાર દિવસ જવો ટૂંકો સમય છે અને બજારમાં ખરીદી નીકળતા વેપારીઓને વેપાર ધંધા કરવાનો સમય છે ત્યારે જ ધોકા પછાડવાનું અને વેપારીઓને હેરાન કરાતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીકએ રોષ વ્યકત કરી જણાવ્યુ છે કે તહેવારોમાં વેપારી પરની કનડગત કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય.

કોરોના મહામારીના કપરા સમયમાં લોકડાઉન દરમિયાન સતત ૬ મહિના સુધી વેપાર-ધંધા વગરના બેઠેલા વેપારીઓને દિવાળીના તહેવારોમાં વેપાર કરવાની આશા જાગી છે ત્યારે તહેવારોના સમયમાં જ રાજકોટ મ્યુનિસિપલ તંત્રે ધોકો પાછડી વેપારીઓને હેરાન પરેશાન કરી દંડવાનું શ‚ કરતા સમગ્ર વેપારીગણનું હિત ધરાવતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વેપારી મહાજનમાં રોષની લાગણી પ્રસરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ ફોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું છે કે વેપારીઓ અને ઇન્ડસ્ટીઝ આ દેશની આર્થિક કરોડરજજુ સમાન છે. તેના ઉપર કોઇપણ પ્રકારની કનડગત કે નુકશાન પહોંચાડવાની ચેષ્ટા રાજકોટ ચેમ્બર કયારેય સહન નહી કરી લે. રાજકોટ મ્યુનિસપલતંત્રને વર્ષ દરમિયાન કયારેય પણ કામગીરી દેખાડવાનો સમય મળતો ન હોય અને દિવાળીના આડે માત્ર બાર દિવસ જ રહ્યા હોય ત્યારે વેપારીઓ ઉપર આવી રીતે અચાનક જ તૂટી પડવાનું કારણ શું? રાજકોટ મ્યુનિસિપલ કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ દ્વારા વેપારીઓ પર તુટી પાડવાના આદેશ કર્યા જેના પગલે ફૂડ વિભાગે શહેરના અલગ-અલય વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, દૂધની ડેરીઓ, સ્વીટની દુકાનો, ડાયફૂટના વેપારીઓને ત્યાં દરોડા પાડી તહેવારોના સમયમાં વેપારીઓને હેરાન કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડતા પ્રમુખ વી.પી. વૈષ્ણવ જણાવ્યુ છે કે વેપારીઓને અસમાજીક તત્વોની જેમ એક જ લાકડીએ હાંકવામાં ન આવે એ જ‚રી છે. છતાં પણ નિર્દોષ વેપારીઓને વગરવાંકે હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના પરિણામ સારા નહીં આવે. તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે એ સો ટકા માન્ય છે પરંતુ ખોટી કનડગત કરવીએ એક ટકો પણ અમાન્ય છે.

અંતમાં પ્રમુખ વૈષ્ણવ જણાવ્યુ છે કે આખું વર્ષ હાથ ઉ૫ર હાથ રાખીને બેઠી રહેલી ફૂડ શાખાને તહેવારો દરમિયાન જ સૂરાતન ચડતા વેપારીઓને દંડવાનું ચાલુ કર્યુ છે. એ તાત્કાલીક અસરથી બંધ કરે અને દિવાળીના તહેવારોમાં વેપારીઓ મુકતમને વેપાર ધંધો કરી શકે એવી મ્યુનિસિપલ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગણી છે.

સાથો સાથ રાજકોટ ચેમ્બર દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એવી પણ રજૂઆત કરી છે કે લોકડાઉનમાં ધંધા-રોજગારમાં માઠી અસર પડવાને કારણે વેપારીઓની આર્થિક સ્થિતી કથળી ગઇ છે. જે દિવાળીના તહેવારોમાં સરભર થઇ શકે એ માટે વેપારીઓને દુકાનો મોડે સુધી ખુલી રાખવાની મંજૂરી આપવા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.