Abtak Media Google News

૪,૨૯,૫૦૦ છોકરાઓ અને ૧,૯૫,૫૦૦ છોકરીઓને કાયમી સિગારેટનું વ્યસન

વ્યસનોનો વ્યાપ વાયુ વેગે વિકસી રહ્યો છે. ત્યારે ભુલકાઓમાં પણ વ્યસનના ચસકાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. ભારતમાં ૬.૨૫ લાખથી પણ વધુ બાળકો કાયમી સિગારેટો ફુંકે છે. ગ્લોબરલ ટોબેકો એટલાસના અભ્યાસ મુજબ ભારતમાં તંબાકુના સેવનને કારણે દર હપ્તે ૧૭,૮૮૭ લોકો મૃત્યુને ભેટે છે. જો કે ધુમ્રપાન કરનાઓના પ્રમાણે આ મૃત્યુઆંક ઓછો છે. અમેરિકન કેન્સર સોસાયટીનો દાવો છે. કે ભારતીય અર્થતંત્રને સિગારેટ અને તંબાકુ સૌથી વધુ ખાય છે. એક રિપોર્ટ મુજબ ૪,૨૯,૫૦૦ છોકરાઓ અને ૧,૯૫,૫૦૦ છોકરીઓ રોજ સીગારેટ પીવે છે.

31264375303 37Ce32980F Bતો ૯,૦૩,૪૨,૯૦૦  પુ‚ષો અને ૧,૩૪,૬૬,૬૦૦ મહીલાઓને સિગારેટોનો ચસકો છે. ત્યારે ૧૭,૧૦,૯૪,૬૦૦ લોકો ધુમ્રપાન રહીત તંબાકુનું સેવન કરે છે. વ્યસનોએ લોકો પર કાબુ મેળવી લીધો છે. જેની અસરો આરોગ્યને થતી હોય છે. રિપોર્ટ મુજબ ૧ર.૧ર હજાર લાખ સિગારેટોનું ઉત્પાદન ૨૦૧૬ માં થયું હતું. ત્યારે સળગતો મુદ્દો ગુજરાતનો પણ છે. દારુબંધી હોવા છતાં એટલો શરાબ બેફામ વેંચાય છે અને અવાર નવાર દારુના જથ્થો ઝડાતા હોય છે. ત્યારે બાળકોમાં પણ વ્યસનોનો ચસકો દેખાઇ રહ્યો છે.તંમાકુ ઉત્પાદન કરતી વિશ્ર્વની ૬ મોટી કંપનીઓની આવકમાં ભારતનો ૧પ ટકા ફાળો છે. તંબાકુ ઉદ્યોગ શકિતશાળી છે અને વિશ્ર્વની બજારોમાં મકકમ અસ્તિત્વ ધરાવે છે. ભારત સૌથી વધુ વિકસતું અર્થતંત્ર છે પરંતુ ભારતનું ભાવિ જ આટલી સિગારેટો ફુંકે છે ત્યારે આરોગ્યનું શું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.