Abtak Media Google News

બાંગ્લાદેશ હાઈકોર્ટનો ચુકાદો બળવાખોર સૈનિકોએ ૭૪ લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા

ન હોય…૧૩૯ જવાનોને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. જી હા, આ ઘટના પાડોશી દેશ બાંગ્લાદેશની છે. બાંગ્લાદેશની હાઈકોર્ટે ૨૦૦૯ની એક ઘટનામાં દોષિત ઠરેલા ૧૩૯ સૈનિકોની ફાંસીની સજાને કાયમ રાખી છે. જો કે આ ચુકાદાને સુપ્રિમમાં પડકારી શકાશે.

મામલો એવો છે કે, ૨૦૦૯માં બાંગ્લાદેશ રાયફલના કેટલાક જવાનોએ બળવો કર્યો તેમાં ૫૭ આર્મી ઓફિસરો સહિત કુલ ૭૪ લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં કુલ ૧૫૨ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જે પૈકી ૧૩૯ સૈનિકોને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. હાઈકોર્ટના ત્રણ જજની પેનલે ૧૦૦૦ પાનાનો જજમેન્ટ આપ્યો હતો. સૈનિકોએ દોષિત બંડ પોકાર્યો તે દરમિયાન નિર્દોષ બાંગ્લાદેશી આર્મી ઓફિસરો અને તેમના પરિવારોના નિર્દોષ લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા.

અગાઉ શું થયું હતું ?

બાંગ્લાદેશમાં જ અગાઉ ૨૦૧૨માં પેરામિલિટરી ફોર્સના બળવાખોર જવાનો એટલે કે રેબેલ સોલ્જર્સને ૭-૭ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. પરંતુ આ વખતે તો એક સાથે ૧૩૯ સૈનિકોને મૃત્યુ દંડની સજા કરવામાં આવી છે. જે ખૂબ જ મોટો જજમેન્ટ ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.