નથુલાલ નહીં … મુંછે હો તો અભિનંદન જેસી

1572

બિયર્ડ બોયસ છોકરીઓમાં હોટ ફેવરીટ બની રહ્યા છે, વળી મૂછો તો ભ’ ઈ મર્દાનગિની મિસાલ બની ચૂકી છે , આજના છોકરાઓ સારી મુંછો અને બિયર્ડ સ્ટાઇલ મેળવવા જાતજાતના અખતરા, અને ખર્ચા કરતાં હોય છે, એક ફિલ્મનો પ્રસિદ્ધ થયેલ ડાયલોગ … મૂછે હો તો નથુલાલ જેસી, પરંતુ હાલના યુવાનોએ માની લીધું છે કે મુંછે હો તો અભિનંદન જેસી,, પાકથી પરત ફરેલ જાબાઝ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની મુંછોની નોંધ સોશિયલ મીડિયા ઉપર લોકોએ લીધી ત્યારબાદ બાર્બર શોપમાં અભિનંદન જેવા હેર સ્ટાઇલ અને મુંછોની ડિમાન્ડ વધી છે. અભિનંદન પાકથી પરત ફરી રહ્યા હતા ત્યારે દેશભરના લોકોએ કાગડોળે તેમની પ્રતિક્ષા કરી હતી.

ઓવર ઓલ તેનાથી બાર્બર શોપ ધારકોને ફાયદો થયો, દિલ્હી , મુંબઈ ઉપરાંત ગુજરાતનાં યુવાનો પણ અભિનંદન જેવી મૂછો રાખવા માટે પ્રેરિત થયા છે દેશના હીરો રણવીર, વિરાટ નહીં પણ અભિનંદનને માનતા આજનો યુવાવર્ગ મુળ દક્ષિણી સ્ટાઇલના વાળ અને મુંછો તરફ ગાડરિયો પ્રવાહ દર્શાવી રહ્યા છે. તાજેતરમાજ થયેલ એર સ્ટ્રાઈક , અને ત્યારબાદ ઇંડિયન જેટ મિગ 2 અને f – 16 ની દાસ્તાનથી તો સૌકોઈ પરિચિત છે, ત્યારે વિવિધ પ્રકારે લોકો વિંગ કમાન્ડર અભિનંદનને ટ્રિબ્યુટ આપી રહ્યા છે .

કોઈએ ઘરમાં રંગોળી બનાવી કોઈએ ફટાકડા ફોડયા, તો સોશિયલ મીડિયા ઉપર આપણે સેન્ડ આર્ટિસ્તોને પણ અભિનંદન થીમ ઉપર કલાકૃતિઓ બનાવતા જોયા, જ્યારે ફિલ્મ ગજની આવ્યું ત્યારે યુવાનોમાં તેના જેવા હેરકટ ટ્રેંડિંગ રહ્યા હતા, વળી ફિલ્મ બાજીરાવ અને રામલીલા બાદ રણવીર સિંહે બિયર્ડનું ઘેલુ લગાવ્યું, આમ યુવાનો ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોની હેર સ્ટાઈલની કોપી કરતાં હોય છે ત્યારે અભી તો અભિનંદન ટ્રેંડિંગ હે બોસ !!!

Loading...