Abtak Media Google News

તસ્કરો રૂ૩.૫૦ લાખની મતા ઉઠાવી ગયા

ધોરાજી ના મારકેટીંગ  યાર્ડ માં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને મારકેટીંગ યાર્ડ ની ૯ દુકાનો ના પાછળના ભાગે થી લોખંડ ની બારી ઓ તોડી ને અંદર ઘુસી ને દુકાનો માં તેજુરી ઓ તથા કબાટ તોડી ને ૩.૫૦ લાખ રૂપિયા નો મુદ્દામાલ ચોરી ને તસ્કરો રફુચક્કર થઈ ગયાં હતાં સવારે મારકેટીંગ યાર્ડ ના વેપારી ને જાણ થતાં તમામ મારકેટીંગ યાર્ડ ના વેપારી ઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી

જીએસટીને લઈને બંધ રહેલા રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં તસ્કર રાજકોટ છવાઈ જવા પામ્યું હતું.ગતહ રાત્રીના ધોરાજી માર્કેટ યાર્ડમાં તસ્કરોએ જય ભવાની ટ્રેડિંગ,ગોકુલ ટ્રેડિંગ,અમર ટ્રેડિંગ,ઈન્ડિયા ટ્રેડિંગ,રઘુવીર ટ્રેડિંગ સહિતની કુલ -૯ દુકાનોના તાળા તોડીને દુકાનોમાં પ્રવેશ કરીને અંદાજે રૂપિયા પોણા ત્રણ -ત્રણ લાખની રોકડ રકમની ચોરી કરી હતી.જેમને કારણે માર્કેટ યાર્ડના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.તો બીજી યાર્ડમાં શિવમ નામની દુકાનમાં પ્રવેશ કરેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા.આ બનાવને પગલે ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને તસ્કરોને સીસીટીવી કેમેરાના પુટેજના આધારે ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.ધોરાજી શહેરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓમાં મોટા ભાગે તસ્કરો પોલીસ પાંજરે પુરાતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.