Abtak Media Google News

વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસના ચાર દોષિતોમાંથી ત્રણની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતાં તમામની ફાંસીની સજા યથાવત રાખી છે. ચુકાદા પહેલાં નિર્ભયાનો પરિવાર પોતાના વકીલ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા. નિર્ભયાના માતા-પિતાએ દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, “ગુનાકિય મામલાઓમાં રિવ્યૂ ત્યારે જ શક્ય છે કે જ્યારે કાયદામાં કોઈ સ્પષ્ટ ભૂલ હોય.” નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ મુકેશ (29 વર્ષ), પવન ગુપ્તા (22 વર્ષ) અને વિનય શર્માએ ફાંસીની સજા પર પુર્નવિચારની અરજી કરી હતી.

અમારો સંઘર્ષ પૂર્ણ નથી થયો- નિર્ભયાની માતા

નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું કે, “અમારો સંઘર્ષ પૂર્ણ નથી થયો. ન્યાય મળવામાં ઘણું મોડું થઈ રહ્યું છે. જેનાથી સમાજની અન્ય પીડિતાઓ પ્રભાવિત થાય છે. દોષિતોને જલદીથી ફાંસી પર લટકાવવા જોઈએ, કે જેથી નિર્ભયાને ન્યાય ન મળી શકે.

નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું કેઅમે જાણતા જ હતા રિવ્યૂ પિટિશન ફગાવવામાં આવશે, પરંતુ હવે આગળ શું? ઘણો સમય પસાર થઈ ગયો છે અને આ દરમિયાન મહિલાઓ સાથે ગુનાઓ વધી રહ્યાં છે. મારું માનવું છે કે તેઓને જલદીથી ફાંસી આપવામાં આવે, આ જ યોગ્ય છે.નિર્ભયના પરિવારના વકીલ રોહન મહાજને કહ્યું કે, “આ અમારા માટે વિજ્યી ક્ષણ છે. અમે ચુકાદાથી સંતુષ્ટ છીએ. કેન્દ્ર સરકારને અનુરોધ છે કે તેઓ આગળની પ્રક્રિયાને યથાશિઘ્ર પૂર્ણ કરે, જેથી અમને ન્યાય જલદીથી મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.