ક્રિકેટની ઈવેન્ટમાં આઈસીસીના ‘ચંચુપાત’ સામે નિરંજન શાહનો જબ્બર વિરોધ

આઈસીસીના કારણે ક્રિકેટ કેલેન્ડર અને આવકને ફટકો પડે તેવી ભીતિ

આઈસીસી દ્વારા ક્રિકેટની ઈવેન્ટને લગતા વધુ પડતા ચંચુપાત સામે નિરંજન શાહ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા વૈશ્ર્વિક કાર્યક્રમો માટે થતું દબાણ નિંદનીય છે.

બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું હતું કે, આઈસીસીના વધુ પડતા કાર્યક્રમોની ગંભીર અસર ક્રિકેટના કેલેન્ડર પર થશે. ટૂર્નામેન્ટ પર ખરાબ અસર પડશે. આ ઉપરાંત બીસીસીઆઈના મિડીયા રાઈટસથી  થતી આવકને પણ આઈસીસીનું વલણ નુકશાન પહોંચાડશે. આવા સંજોગોમાં આઈસીસી દ્વારા થોપવામાં આવતા નિયમોને બીસીસીઆઈએ સ્વીકારવા જોઈએ નહીં. નોંધનીય છે કે, ક્રિકેટને જેન્ટલમેન્ટ ગેમ તરીકે ઓળખવામાં આવે છે.

Loading...