મોરબી રોડ પરના જાળીયા ગામે જુગાર રમતા નવ ઝડપાયા

રોકડ, બાઇક અને મોબાઇલ મળી રૂ. ૨.૧૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી રોડ નજીક જાળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને કુવાડવા પોલીસે ઝડપી રોકડ, બાઇક અને મોબાઇલ મળી રૂ. ૨.૧૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરની ભાગોળે મોરબી રોડ નજીક જાળીયા ગામે આવેલી ભરતભાઇ રત્નાભાઇ લીંબાસીયાની વાડી નજીક જુગાર ખેલતા જાળીયાના જયેશ બચુભાઇ ગોંડલીયા, વલ્લભ વિરજીભાઇ કેરાળીયા, કિશોર મોહનભાઇ કેરાળીયા, મનસુખ રવજીભાઇ ગોંડલીયા, વિપુલ જીવરાજભાઇ પીપળીયા, ચંદુ ભીખાભાઇ, સંખારવા સંતકબીર રોડ પર રહેતા લક્ષ્મણભાઇ અરૂણભાઇ કેરાળીયા મોરબી રોડ ઉત્સવ સોસાયટીમાં રહેતા નારણ શીવાભાઇ શંખારવા અને નિલેશ કેશવજીભાઇ પીપળીયા નામના પત્તાપ્રેમીઓને ઝડપી લઇ રોકડ રૂ. ૨૬૩૦૦ સાત બાઇક અને મોબાઇલ મળી રૂ. ૨.૧૪ લાખનો મુદામાલ કુવાડવા પોલીસે જપ્ત કર્યો છે.

Loading...