Abtak Media Google News

રોકડ અને મોબાઈલ મળી ા૧૬ હજારનો મુદામાલ કબ્જે

સબનમ ચૌહાણ                                સુરેન્દ્રનર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પાણશીણા ગામે જાહેરમાં જુગાર રમતા ૯ આરોપીઓને ‚ા.૧૫૯૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલો છે.

લીંબડી તાલુકાના પાણશીણા ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ અજીતભાઈ પલાભાઈ ચૌહાણ લીંબડી જી.સુરેન્દ્રનગર, મનસુખભાઈ દુદાભાઈ ચૌહાણ ઉ.૩૫, દિલીપભાઈ લખમણભાઈ ચૌહાણ ઉ.૩૪,નરેશભાઈ માલજીભાઈ ચૌહાણ, જહુભાઈ કરસનભાઈ ડોડીયા, શૈલેષભાઈ કનુભાઈ રાઠોડ, શેરસિંઘ ટહેલસિઘ શીખ, ઘનશ્યામસિંહ દીપસંગ પઢીયાર, અને રોકડ રકમ ‚ા. ૧૦૯૬૦ મોબાઈલ નં. ૫ તથા ગંજીપાના મળી ‚ા. ૧૫૯૬૦ના મુદામાલ સાથે પકડી પાણશીણા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ મહેન્દ્રસિંહ બી. જાડેજાએ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરેલ વધુ તપાસ પાણશીણા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. એ.એચ. ગોરી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.