Abtak Media Google News

વારસાઈ મિલકતના પ્રશ્ને ૨૦૧૫માં છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું ‘તું: મહિલાનો છૂટકારો

રાજકોટ તાલુકાના કુવાડવા ગામમાં વષૅ ૨૦૧૫માં મહેશગીરી પરસોતમપરીની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા મૃતકના સગાભાઈ અને હાલ નિવૃત પોલીસમેન હિતેષપરી ઉપરાંત તેના બે પુત્ર અજયપરી, નિરજપરીને અદાલતે દોષિત ઠેરવ્યા હતા મૃતકના ભત્રીજા અજયપરીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ અજયનાભાઈ અને પિતાએ મારમારવાના ગુનામાં ૬-૬ માસની સજાનો હુકમ થયો છે. જયારે આરોપી હિતેષપરીના પત્નીને નિદોર્ષ છોડી મૂકવા હુકમ કરાયો છે. કેસની વિગત મુજબ, કુવાડવામાં રહેતા અને પોલીસદળમા ફરજ બજાવતા પોલીસમેન હિતેષપરી અને તેના ભાઈ મહેશપરી વચ્ચે પિતા પરસોતમપરીની દુકાન વેચવા મુદે તકરાર ચાલતી હતી પિતાની હયાતી છે.

ત્યાં સુધી મિલ્કત વેંચવી નથી એ મુદા પર ચાલતા ડખામાં ચાર વર્ષ પહેલા વાત વણસી હતી બનાવના દિવસે પણ મિલ્કત પ્રશ્ને ઝઘડો થતા પોલીસમેન હિતેષપરી તેના પત્ની રસીલાબેન, બે પુત્ર અજયપરી અને નિરજપરીની મદદથી સગાભાઈ મહેશપરી પરસોતમપરી, અજયપરીએ છરીના ઘા મારી દેતા ગંભીર રીતે ઘવાયેલા મહેશપરીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ખૂનના ગૂનામાં કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ચારેયની ધરપકડ કરીનેટર્માં ચાર્જશીટજૂ કર્યું હતુ. પોલીસે આ કેસમાં સજજડ પુરાવા તેમજ મરણોન્મુખ નિવેદન રજૂ કર્યા હતા સરકારી વકીલ સ્મીતાબેન અત્રીએ કરલી દલીલ, રજૂઆત તેમજ સાક્ષી, પુરાવા અને મરણોન્મુખ નિવેદનના આધારે અદાલતે તમામને સજા ફટકારી હતી.

હત્યાના ગુનામાં કુવાડવા પોલીસ મથકના સ્ટાફે દંપતિ અને બે પુત્રોની ધરપકડ કરી તપાસપૂર્ણ થતા ચારેયને જેલ હવાલે કર્યા હતા. અને તપાસનીશ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ.કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષ દ્વારા કરાયેલી દલીલ અને દસ્તાવેજી પૂરાવામાં તબીબની અને તપાસનીશની જુબાની તેમજ વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચૂકાદા ધ્યાને લઈ અદાલતે મરણોન્મુક નિવેદનના આધારે મૃતકના ભત્રીજો અજયપરીને આજીવન કેદ અને તેના પોલીસમેનભાઈ હિતેષપરી અને ભત્રીજા મહેશપરીને છ છ માસની સજાનો હુકમ કર્યો જયારે પોલીસમેન હિતેષપરીની પત્નીને નિદોર્ષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.