Abtak Media Google News

યુવાનોમાં સાહસીકતા અને શકિત કેળવવા તેમજ શેરી ગલીમાં રોમીયોગીરી કરવાને બદલે સશકત શરીર બનાવી દેશ અને સમાજને ઉપયોગી થાય તે માટે આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

આગામી તા.૧૧ મંગળવારે પુ‚ષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ,રાજકોટ ડીસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસોસીએન અને ફિટનેસ પોઈન્ટ જીમ ભાવનગર રોડ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ , દંડ બેઠક, યોગાસન અને પંજા લડાવ આર્મ રેશ્લીંગ સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં સૌરાષ્ટ્રના દરેક જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈપણ ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે ૧૮ વર્ષથી ૩૫ વર્ષની વય મર્યાદામાં આ સ્પર્ધા રમાડવામાં આવશે. સાથોસાથ હેવીવેઈટ સૌથી વજનદાર એટલે ૧૦૦ કિ.ગ્રા. ઉપરનાં લોવેઈટ સૌથી ઓછુ વજનની વ્યકિત, મર્દ મુછાળા એ:ટલે કે મુંછો ધરાવતા ખેલાડી સૌથી ઉંચાઈવાળાને સૌથી નીચી હાઈટવાળા ભાગ લઈ સ્પેશ્યલ સ્પર્ધા તેમની રાખવામાં આવનાર હોવાનું ‘અબતક’નું મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતુ.

આ સ્પર્ધામાં સવારે ૮ વાગ્યે ઉદઘાટન કાર્યક્રમ દ્વારા શ‚ થશે જેમાં પ્રથમ યોગાસનની સ્પર્ધા થશે. ત્યારબાદ દંડની સ્પર્ધા અને ત્યારબાદ બેઠકની સ્પર્ધા રમાડવામાં આવશે બપોર બાદ પંજા લડાવ (આમ રેશ્લીંગ)ની સ્પર્ધા થશે અને સાંજે સૌરાષ્ટ્ર યુનિ. સરદાર પટેલ સ્પોર્ટસ સ્ટેડીયમ ખાતે જાહેરમાં બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજવામાં આવશે.

આ સ્પર્ધામાં ઉત્તમ પ્રકારનાં યોગાસન જોવા મલે છે. સાથોસાથ ૩૦ મીનીટમાં એક હજાર દંડ લગાવનાર ખેલાડીઓ અને ૩૦ મીનીટમાં ૧૫૦૦ જેટલી બેઠક લગાવનાર ખેલાડીઓ ભાગ લેતા હોય છે. સૌરાષ્ટ્ર માટે નવી રમત પંજા લડાવ (આર્મ રેશ્લીંગ) સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રમાં હાલ શરીર સૌષ્ઠવ (બોડી બિલ્ડીંગ) નો ક્રેઝ ખૂબજ વધ્યો છે. તો સારા બોડી બિલ્ડરો આ સ્પર્ધામાં ભાગ લેવા આવતા હોય છે.

ઉદઘાટનમાં અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ વ્યકિતઓ દ્વારા ઈનામ વિતરણ કરી ખેલાડીઓને આપવામાં આવે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓએ બને તેટલા જલ્દી ફોર્મ ભરી દેવાનાંરહેશે જે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જીમ્નેશ્યમ, સરદાર પટેલ સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ સમય દરમિયાન ડો. કેતનભાઈ ત્રિવેદી પાસે ફોર્મ ભરી દેવા ૯૮૯૮૧૦૦૦૪૦ તેમજ ફીટનેશ પોઈન્ટ, જીમ થોરાળા પોલીસ ચોકી સામે, ભાવનગર રોડ, રીતેષભાઈ પટેલ પાસે ૯૮૨૫૭ ૩૬૭૮૯ અને કાલાવડ રોડ પાસે નીલ્સ જીમ અતિથી પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે નિલેશભાઈ વાળા ૯૯૭૯૩ ૭૯૮૭૫ પાસે ફોર્મ ભરી શકાશે.

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને શારીરીક શિક્ષણ ભવન, પુ‚ષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના કિશોરભાઈ રાઠોડ, ચંદુભાઈ પરમાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચને બોડી બિલ્ડીંગ એસોસીએશનના સેક્રેટરી ડો. કેતન ત્રિવેદી, પ્રમુખ દિલુભા વાળા, રીતેષભાઈ પટેલ, નિલેશ વાળા, હિતેષભાઈ ઉપાધ્યાય તેમજ પુ‚ષાર્થ યુવક મંડળના તમામ કમીટી મેમ્બર તેમજ જનતા ફાર્મા કાૃ. અનિલભાઈ કેતનભાઈ નાગડુકીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.