Abtak Media Google News

રાજકોટ રેન્જ દ્વારા નિખીલ દોંગા સહિત ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઇ

સાત શખ્સોની રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડ મંગાશે

નિખીલની પુછપરછમાં રાજકોટના અને સામાજીક અગ્રણીઓના પગ નીચેથી ધરતી સરકી

ગોંડલની જેલમાંથી હત્યાનો આરોપી નિખિલ દોંગા દ્વારા સાગ્રીતો દ્વારા ચલાવતા સામરાજયની તોડી પાડવા રેન્જ આઇ.જી. સંદીપસિંઘ દ્વારા ગુજસીટોક હેઠળ ગેગના ૧ર શખ્સો સામે કાર્યવાહી કરી સાત શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સાબરમતિ જેલમાં રહેલા ગેંગનો મુખ્ય સુત્રધાર નિખીલ દોંગા અને તેના બે સાગ્રીતનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવી ર૮ દિવસના રિમાન્ડ મેળળવા રાજકોટની સ્પ્રે. કોર્ટમાં આજે રજુ કરવામાં આવતા અદાલતે૨૦દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગોંડલ જેલમાં મનમાની ચલાવતા કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કર્યા બાદ નિખિલ દોંગા સાથે સંકળાયેલા ૧૨ શખ્સો સામે ે નિખિલ દોંગાની ગેંગના ગોંડલના પૃથ્વી યોગેશ જોષી, અક્ષય ઉર્ફે ગીરી સુર્યકાંત બાવાજી, દેવાંગ જયંતીલાલ જોષી, નરેશ રાજુ ઝાપડા, દર્શન ઉર્ફે ગોલુ પ્રફુલ સાકરવાડીયા, વિજય ભીખા જાદવ, રાજકોટના નવઘણ વરજાંગ ભરવાડ, મહારાષ્ટ્રના વિશાલ આત્મરામ પાટકર અને જામકંડોરણાના ચરેલ ગામના શક્તિસિંહ જશુભા ચુડાસમા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી ત્રણ શખ્સોનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી રીમાન્ડ માટે રાજકોટની  અદાલતમાં રજુ કરવામાં આવ્યા  નિખિલ દોંગાની ગેંગ દ્વારા ગોંડલ સિટી, ગોંડલ તાલુકા, લોધિકા, કોટડા સાંગાણી, વિરપુર, ભાયાવદર, જેતપુર, રાજકોટના જુદા જુદા છ પોલીસ મથકમાં, લીંબડી, થાન જોરાવરનગર અને કેશોદમાં કુલ ૧૧૭ જેટલા ગુના નોંધાયા છ

સૌરાષ્ટ્રની ગુર્જસી ટોકની સ્પે. અદાલતના ન્યાયધીશ કે.ડી. દવે સમક્ષ સરકાર તરફે સ્પે. પીપી એસકે વોરાએ ૨૮ દિવસની રીમાન્ડની માંગ સાથે રજૂઆત કરી હતી.

જયારે એક વ્યક્તિ ક્રાઇમ સિન્ડીકેટ બનાવી વિવિધ પ્રકારના ગુના આચરતો હોય અને ભોગ બનનાર ફરિયાદ કરવા અથવા નિવદેન આપવા ડરતા હોય કે કરાવવામાં આવતા હોય ત્યાર આ પ્રકારના આરોપીઓને જેલ ભેગા કરવાનો છે. જે ગુનાઓ આયરીને આરોપીઓ ગેર કાનુની માધ્યમથી મિલ્કતો વસાવી સમુધ્ધ મેળવેલ છે. તેવી મિલ્કતો કરી સરકાર રસીક કરવા ફાયદામાં પ્રબંધ છે. હાલના આરોપી પાસે જે મિલ્કતો છે તે હાલના આરોપી પાસે જે મિલ્કતો છે તે મિલ્કતો તેઓ કયા માધ્યામથી વસાવી છે તે આરોપ જાણાવી ન શકે તો આ કાયદા હેઠળ મિલ્કતો ગેર કાનુની હોવાની માની કબ્જો સાત આરોપી ૧૦ દિવસના રિમાન્ડ પર તેઓએ તપાશમાં બહાર આવેલુ મુખ્ય સુત્રધાર નિખીલ દોંગીએ કયા પ્રકારે અને કઇ ટીમે ગુંનાઓ આચરેલ છે. આ ગુંનાથી મેળવેલ મિલ્કત કયાં કયા આવેલ છે આ બધી બાબતનું ઉંડાણ એક તપાસ કરવા માટે ત્રણેય આરોપીને ૨૮ દિવસના રિમાન્ડ અપવા રજૂઆત કરી છે. જયારે બચાવ પક્ષે જણાવ્યું કે નિખીલ દોંગા સામે ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાનો ગુંનો નોંધાયો છે. જેમાં મુદ્દામાલ કબ્જે કરવાનો હતો નહીં જયારે શક્તિસિંહ ચુડાસમા અને નવઘણ ભરવાડ સામે ૨૦૧૮ પછી એક પણ ગુનો નોંધાયો નથી. અને ગુજસી ટોકનો કાયદો ૧-૧૨-૧૯થી અમલમાં આવ્યો છે. તે પછી બન્ને શખ્સો સામે એક પણ ગુન્હો નોંધાયો નથી અને બન્ને શખ્સો સામે ચાર્જશીટ થઇ ગઇ છે. અને કેસની સુનાવણી અદાલતમાં ચાલે છે. ત્યારે આવા શખ્સોને રીમાન્ડ આપવાની કોઇ જરૂર જણાતી નથી. બનેં પક્ષોની રજુઆતબાદ ન્યાયધિશે ૨૦દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે અનીલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, પરેશ રાવલ, જીગ્નેશ શાહ, ધવલ પડીયા અને જીગર સીઘવી રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.